________________
૯૩
કુમાર ! મારે બહુ દૂર જવાનું છે. હવે મને રજા આપો. મારે યોગ્ય કંઈ કામ ફરમાવો. એ તરફના કોઈ સગા-વહાલાંને કુશળ સમાચાર આપવા હોય તો કહો. અથવા કોઈને કાગળપત્ર લખવો હોય તો લખી આપો. તથા આ દેશમાં ન મળી શકે તેવી કોઈ ચીજ લાવવી હોય તો બેલાશક કહો, હું ખુશીથી લેતો આવીશ.”
હરિયાન-ગંધર્વક ! શું કહું ? તે તારા ગુણોથી જ અમને જીતી લીધા છે. જા, એમ કેમ કહી શકું ? શું કરું ? મારા ચિત્તની વૃત્તિ જ એવી છે કે સામાન્ય માણસનો જરા પરિચય થયો એટલે વિયોગ સહન ન કરી શકું; તો પછી તારા જેવા માણસનો વિયોગ કેમ સહન કરી શકું ? કેવી સરસ સુભાષિત ગોષ્ઠી ચાલત હતી ? કેવી વિચિત્ર વિચિત્ર કથાઓ થતી હતી ? ગીત, નૃત્ય, સંગીતાદિક શાસ્ત્રમાં કેવી બુત્પિત્તિ થતી હતી ? મીઠી મશ્કરીનો આનંદ કેવો આવતો હતો ? કેવો આનંદમાં વખત ગાળ્યો ? પ્રયત્ન વિના પ્રાપ્ત થયેલ રૂપરત્નનો સંબંધ કયો બુદ્ધિમાન માણસ ન ઈચ્છે ? તો પણ શું કરી શકું ? તું પરાધીન છે. એક દિવસ પણ તને રોકી શકાય તેમ નથી. ઉઠ, જા રાજકાર્યની સિદ્ધિ માટે પ્રયત્ન કર. ફરીથી તારા દર્શન સિવાય મારે એ તરફનું કંઈ કામ નથી. તે તે જાતે જ કબુલ કર્યું છે. તો તે બાબત હું વિશેષ માગણી કરતો નથી. આ દેશમાં ન મળતી અમુક ચીજ એ દેશમાંથી લાવજો. એમ પણ તને કહેવા માગતો નથી. અમારા જ દેશમાં દુર્લભ હોય તે તો શું ? પણ ત્રિભુવનમાં દુર્લભ એવું આ ચિત્ર તેં મને બતાવ્યું છે. તેથી જ હું કૃતકૃત્ય છું. બીજી કોઈપણ ચીજ જોવાનું હવે મને મન જ નથી. ત્યાંથી પાછા વળીને મારું અમૂક કામ કરજે