________________
૯૬
માલતીના ફૂલોની ગુંથેલી વરમાળા આરોપાશે? કયો સુકૃતી એમની સંગાથે રાજમાર્ગે ચાલતાં નગરવાસીએ ઉચ્ચારેલ ધન્યવાદ ભરેલા વચનો સાંભળશે ? કયો ત્રિભુવનચ્છાધ્ય તેની સાથે હાથણી પર બેસી નગરવાસીઓ વડે લાવણ્યનું પાન કરતો વિવાહ મંડપમાં પધારશે. કયા કામબંધુના હસ્તમાં કંપતો તેનો જમણો હાથ મૂકાશે.
ખરેખર તે પરિજનવર્ગ ઘણો જ ભાગ્યશાળી માનું છું કે જે ગગનમાં વિમાન દ્વારા વિહાર કરતી તેને જોતો હશે, ને વિદ્યાધર કન્યાને કળાઓ શીખવતી હશે ને તે વખતે તેની છટાથી પરિચિત થતો હશે. ખરેખર તે વિદ્યાધરો અભાગીયા સમજવા કે જેઓ મારી પેઠે તેનું દર્શન પણ નહીં પામતા કામથી પિડિત થઈ અનેક જાતની યાતનાઓ ભોગવતા હશે.
વાહરે ! મારી મૂર્ખતા ? હું કેવો અધીરો છું ? કે પૃથ્વીપતિ રાજકુમારની પ્રાણપ્રિયા થશે' એવી વાત સાંભળી ગાંડો ઘેલો થઈ જાઉં છું. અનેક રાજકુમારો છતાં હું જ તેનો પતિ થઈશ તેમ માની લઉં છું. કોણ છું ? કોણ એ ? ક્યાં આ મારું સાકેતડું (અયોધ્યા) ? ને ક્યાં શ્રીરથનૂપુરચક્રવાલ નગર ? મારે વિવેકી થઈને વસ્તુતત્ત્વનો વિચાર કરવો જોઈએ. પોતાનો મરતબો ન છોડવો જોઈએ. ચંચળ મન પર કાબુ રાખવો જોઈએ. ઈદ્રિયોના વેગને એકદમ સર્વ સત્તા ન આપી દેવી જોઈએ.
વળી એક આ બીજી બલાઓ વળગે છે, કે મદન પરવશ આત્માને શાંતિ આપવા પ્રયત્ન કરું છું છતાં તેણીના રાગી ચરણો તરફ અધ:પતન (પાદ પતન) નો વિચાર આવી જાય