________________
પ્રસંગમાં કાંચીપતિ કુસુમ શેખરની પત્નિ ગંધર્વદત્તાનું નામ સાંભળી આપ નામ સામ્યને લીધે સંદેહમાં પડ્યા હતા. પણ એ સંદેહ કરવાનું કંઈ કારણ નથી. કેમકે એ ગંધર્વદત્તા જ આપની પુત્રી છે. આપનો હુકમ થતાંની સાથે જ ત્યાં જઈ મેં બધી તપાસ કરી ખાસ હું તેને મળી છું. તેને આશ્વાસન આપ્યું અને સર્વ કુટુંબીઓના કુશળ સમાચાર કહી તેને ધીરજ આપી. એકાંતમાં પૂછ્યું એટલે વજ્યન્તી નગરના વિનાશ પછીનો બધો પોતાને વૃત્તાન્ત તેણે મને જણાવ્યો છે. માટે હવે આપે સંદેહ કરવાનું કંઈ પણ કારણ નથી.”
આ પ્રકારે સંદેશો આપી રાત ત્યાં રહેજે. પ્રાતઃકાળે ત્યાંથી નીકળી કાંચી તરફ જજે. ત્યાં થોડો વખત ગંધર્વદત્તા પાસે રહી પાછો જલ્દી અહીં આવજે. જેણે હમણાં જ બહુ રૂપિણી વિદ્યા સિદ્ધ કરી છે તે આ ચિત્રમાય વિદ્યાધર તારી સહાયમાં મોકલું છું. રસ્તામાં એ તને પ્રસંગે કામ લાગશે. એક કરતાં બે ભલા” તો હવે આ રીતે મારે રાજકાર્ય કરવાનું હોવાથી આપ મને જવાનો જ હુકમ આપશો. કેમકે મારે જવાની બહુ ઉતાવળ છે. અસ્થિર મને મોટું કામ પણ સારું થતું નથી, તો પછી જેમાં ખાસ ચિત્તની એકાગ્રતાની જરૂર છે, તે ચિત્રકામ કેમ થઈ શકે ? મારે ત્રિકુટાચળ (સુવેલ) પર આવેલા વિચિત્રવીર્ય નગરે અને કાંચી તરફ જવાનું છે. જો વચમાં વિઘ્ન નહીં આવે તો ત્યાંથી પાછો ફરી અવશ્ય એક વખત આપના દર્શન કરીશ. ને એક આખો દિવસ રહીશ. એકાગ્ર ચિત્તથી એવું સુંદર આપનું ચિત્ર ચિતરીશ કે જેને ગારૂડી મંત્ર માફક જોતાની સાથે જ ભતૃદારિકાનો પુરૂષ શ્રેષરૂપ વિષવેગ એકદમ શાંત થઈ જાય.” વળી ગંધર્વક જવાની ઈચ્છાથી બોલ્યો -