________________
૯)
તે કોઈ વખત વિદ્યાધર સુંદરીઓ સાથે વિમાનમાં બેસી આકાશમાર્ગે દક્ષિણ દિશા તરફ મલય પર્વત પર જઈને વિહાર કરતી હતી. કોઈ વખત માનસ સરોવરમાં જઈ સખીઓ સાથે જળક્રીડા કરતી હતી. કોઈ વખત ગંગાના ઉત્પત્તિસ્થાન હિમાલયના શિખરો પર બેસી કિન્નરોનાં મીઠાં ગીતો સાંભળતી હતી.
કોઈ વખત સાગર કથ્થોમાં જઈ સમાન વયની સખીઓ સાથે ઉત્તર કુરૂમાંથી મંગાવેલા કલ્પવૃક્ષોના આસવનો પાન મહોત્સવ કરતી હતી. પોતાને ઘેર રહીને વિવિધ શાસ્ત્રોમાં કુશળ વિદ્યાધર સ્ત્રીયો સાથે શાસ્ત્રવિનોદમાં કાળ વિતાડતી હતી. પરંતુ સ્વપ્નમાં પણ પુરૂષ ઈચ્છતી નહોતી. વડિલોએ ખાસ હુકમ કર્યો, ધર્મશાસ્ત્રજ્ઞોએ સમજાવી, વિદ્યાધર કુમારો એ અનેક રીતે લલચાવી, પ્રિય સખીઓએ વીનવી, કુલવૃદ્ધાઓએ ખોટો કોપ કરીને ધીક્કારી કહાડી, તો પણ કંઈ સમજ પડતી નથી કે શા કારણથી પુરૂષનો સંસર્ગ ઈચ્છતી નથી ! શું પોતાને યોગ્ય વર નહીં જોતી હોય ? પુરૂષને તાબે રહેવાનો ભય હશે? અથવા અભ્યાસકાલે લીધેલ પુરૂષ સંસર્ગ ત્યાગવત મરણ સુધી પાળવા ઈચ્છતી હશે ? કે જન્માતરના કોઈ પુરૂષ તરફ ખાસ પ્રેમને લીધે જ્યાં સુધી તે ન મળે ત્યાં સુધી કુમાર ભાવમાં જ રહેવા ઈચ્છતી હશે ? ગમે તે કારણ હોય પણ હજુ વિવાહ મંગળ સ્વીકારતી જ નથી.
પુત્રીની આ સ્થિતિ જોઈ કોઈ ઉપાય ન સૂજવાથી દેવી પત્રલેખા બહુ ગભરાઈ ગયા. પુત્રીના વરને માટે મંત્રાદિ જાપપૂર્વક પ્રજ્ઞપ્તિ દેવીને વિજ્ઞપ્તિ કરી. ત્યારે ભગવતી વિદ્યાદેવીએ સ્વપ્નામાં જણાવ્યું કે- “વત્સ ! ખેદ ન કર. વિદ્યાધર કુમારોમાંથી વર શોધવાનો પ્રયત્ન પણ ન કર. આનો પતિ સમગ્ર રાજાઓમાં