________________
૮૮ નાગરવેલ લતામંડપોમાં પથરાઈ રહી છે, કિનારે રત્ન જેવી ચળકતી વેળમાં ધીમે ધીમે પગલાં ભરતી કોઈ ચક્રવર્તીની કન્યા બહુ જ અચ્છી રીતે ચિતરેલ છે. રંગ પુરવામાં ઓર ખુબી કરી છે. ઉંચાનીચા અવયવો આબેહુબ ચિતર્યા છે. તેની આજુબાજુએ પરિવાર ચિતરવામાં કોઈ જાતની કચાશ રાખી નથી. આ તો જુઓ ! પરિવાર સહિત પક્ષીઓ ને મૃગલાઓને તે પકડવા જાય છે. મૃગો નાસે છે ને પક્ષિઓ ત્રાસથી આકાશમાં ઉડે છે, તે જાણે સાક્ષાત્ અત્યારે પણ ઉડતા હોય તેવાં જીવતા જાગતાં જણાય છે, વાહ ! સેવાચતુર સેવક વર્ગ પોતપોતાના કામ ઉપર કેવો હાજર છે ? જુઓ, આ છત્ર કેવી છટાથી ઉપર ધરી રાખ્યું છે ! આ વળી કનકદંડ લઈ એમની પાછળ પાછળ ચાલી જાય છે, ને નુપુરના ઝાંકરથી દોડી આવી માર્ગમાં આડે આવતાં હંસોને દૂર ખસેડે છે. આ પાનનું બીડું લઈ જલ્દી દોડી આવી એમના હાથમાં મૂકે છે. વધારે તો શું, જે જે જોઈએ છીએ તે બધું સુંદર સુંદર લાગે છે.
પણ, દોષ માત્ર એક જ છે. તે એ કે–આમાં એક પણ પુરૂષનું રૂપ ચિતર્યું નથી, એથી જરાક શોભા ઓછી જણાય છે. પણ કાંઈ અડચણ નહીં, હજુ પણ જો શોભા વધારવી હોય, તારું પોતાનું ચિત્રવિષયક જ્ઞાન સંપૂણસ છે એમ ખાત્રી કરાવવી હોય, તો કેટલાક સુંદર સુંદર પુરૂષો એમના પરિવારમાં ચિતરી શકાય તેમ છે. કન્યા અવસ્થામાં પુરૂષ સન્નિધિ વિરુદ્ધ નથી.
મુસાફર બાળક- “કુમાર ! આપ ઠીક કહો છો. પણ આ બધું તેને જ યોગ્ય છે કે જેણે સામાન્ય કોઈ કન્યાનું રૂપ ચિતર્યું હોય. મેં એમ કર્યું નથી. કારણ કે આ ચિત્ર કોઈ