________________
૮૯
પુરૂષàષિણી કન્યા જેવું છે તેવું જ મેં ચિતર્યું છે. એ તો આવી રીતે જ ચિતર્યું હોય તો બરોબર બંધબેસ્તુ છે, નહીંતર નહીં. માટે મને જ્ઞાન નથી, મારી ભૂલ થઈ છે, મને ઉચિતાનુચિતનું ભાન નથી કે હજુ અભ્યાસ કાચો છે; એમ માનવાને આપને કંઈ કારણ નથી. અને વળી જો આપની એમજ ઈચ્છા હશે તો પુરૂષના પણ રૂપો ચિત્રિ બતાવીશ. એમાં પણ એક મારું પ્રયોજન સમાયેલું છે. તેમાં વળી બીજા પુરૂષનું ચિત્ર કાઢવાથી શું? આપનું જ રૂપ ચિતરીશ. માત્ર નહીં ચિતરવામાં હાલ કંઈક કારણ છે. અને તે આપને થોડા જ અક્ષરોમાં કહી દઉ છું તે આપ કૃપા કરી સાંભળશો.
વૈતાઢ્ય પર્વત પર રથનૂપુરચક્રવાલ નામે વિદ્યાધરોનું એક શહેર છે. તેમાં સમગ્ર દક્ષિણશ્રેણીનો પાલક ચક્રસેન નામે વિદ્યાધર રાજા છે. તેને પત્રલેખા નામે પત્ની છે. કેટલેક વખતે શુભ સ્વપ્ન સૂચિત સકળ કન્યા રત્નોમાં શિરોરત્નભૂત તિલકમંજરી નામે કન્યા રત્ન તેઓને પ્રાપ્ત થયું. જેના રૂપનો લેશભાગ આપ ચિત્ર દ્વાર જોઈ રહ્યા છો તે જ એ તિલકમંજરી.
જે વખતે તેનો જન્મ થયો તે વખતે ઉત્તરશ્રેણી અને દક્ષિણશ્રેણીના વિદ્યાધરોમાં પુષ્કળ આનંદ ફેલાયો હતો. પાંચાલી (ઢીંગલી)ઓની ક્રીડા, કંદુક (દડા)ની ક્રીડા વગેરે અનેક જાતની બાળરમતો કરતાં કેટલેક વખતે બાળ ભાવ વ્યતીત થયા પછી તેણે યુવાવસ્થામાં પ્રવેશ કર્યો. વિનય, દાક્ષિણ્ય, નમ્રતા વગેરે સ્ત્રીયોગ્ય ગુણો ક્રમે ક્રમે વધતા ગયા. પિતાની પ્રીતિ પણ પુત્રિ પર અનહદ વધતી હતી, તે એટલે સુધી કે પોતાની સમગ્ર સંપત્તિ તેને માટે આપી, અને ઈચ્છા પ્રમાણે વાપરવા અને ફરવાની છુટ આપી.