________________
૮૫ જોવાનુ મને મન થયું હતું. તેથી મારી જગ્યાએ બીજીને નીમી હું બગીચાની શોભા જોવા ચાલી ગઈ હતી.આમતેમ ફરીત હતી તેવામાં નદીકિનારે ભમતા મંડપમાં તાજાં કમળના પાંદડાની પથારીમાં સુતેલો પંદર વર્ષની ઉમરનો અન્ય દેશમાંથી આવેલો એક છોકરો જોયો, હું પાસે ગઈ એટલે તે ઉઠીને બારણામાં આવ્યો ને મને સન્માનપૂર્વક પૂછ્યું
સુંદરી ! આ કોણ છે ? એ કોનો પુત્ર છે ? એમનું નામ શું છે ? કે જેના માણસો નવા નવા કપડાં પહેરી ઠાઠમાઠથી આમતેમ હરતાં ફરતાં જણાય છે ?”
મેં જાણ્યું કે “આ દૂર દેશથી આવતો જણાય છે. અને તે આજે જ આવ્યો હોય એમ લાગે છે, નહીંતર આમ પ્રશ્ન ના કરે.” એમ વિચારી સરળ રીતે જવાબ આપ્યો
ભાઈ ! સાંભળ, ઈદ્ર મહારાજા પણ સુધર્મ સભામાં જેમની સ્તુતિ કરે છે, એવા અયોધ્યાપતિ મહારાજ મેઘવાહનના પુત્ર એ હરીવાહન છે. અખિલ ભરતખંડના રાજા મહારાજાઓ જેના ચરણકમળ હમેશ સેવે છે. અને દરેક દિશાના રાજાઓની કન્યાઓ જેમનું રૂપ ચિત્રમાં ચિત્રાવીને પોતાની નજર આગળ રાખે છે. તે અમારા કુમાર શ્રી હરિવહન છે. તેઓશ્રી વિનોદ માટે આજે અહીં પધાર્યા છે. અહીં નજીક જ પેલા જળમંડપમાં છે. વિચિત્ર વિચિત્ર પ્રકારનો કથાવિનોદ ચાલી રહ્યો છે, પ્રસંગે પસંગે ગામના અને બીજા પરદેશી લોકો પણ કળા, શાસ્ત્ર, શિલ્પ વિષયોમાં પોતાની નિપુણતા બતાવતા એમની મુલાકાતે આવે છે. જો કૌતુક હોય કે કંઈ કામ હોય તો તૈયાર થા, કર તેમનું દર્શન, અને જન્મ સફળ કરી લે. હું જાતે જ તને ત્યાં