________________
૮૪
થઈ ગયા છે. મંજીક વગેરે કથારસમાં ઝબોળાઈ ગયા છે. તેવામાં હસતી હસતી પ્રતિહારીએ આવી હરિવાહનને વિજ્ઞપ્તિ કરી-‘કુમાર ! યુવરાજની વાર્તા સાંભળવાથી કર્ણામૃત ખૂબ પીધું હશે. પણ હવે ક્ષણવાર ઈક્ષણામૃત પીધો.'' એમ કહી જરા શરીર નમાવી વસ્રના છેડામાંથી એક દિવ્ય ચિત્રનું પાટીયું બહાર કાઢ્યું, ને કુમારના હાથમાં આપ્યું.કુમારે તે આદરથી લીધું ને કુતૂહળથી પૂછ્યું
“ભદ્રે ! એમાં શું ચિતર્યું છે ?”” એમ કહી પાસે બેઠેલી ચામર ગ્રાહિણીના હાથમાં આપ્યું, તરત જ તેણીએ લીધું અને કુમાંરની સામે ધરી રાખ્યું. કુમારે તેમાં ભગવાન કામદેવની જય ઘોષણા હોય તેવી સુંદર ગાત્રોવાળી એક કન્યાનું ચિત્ર જોયું, તે અપૂર્વ ચિત્રદર્શનથી ચકિત થઈ તેના સર્વ અવયવો ધારીધારીને કુમાર જોવા લાગ્યો, છતાં કૌતુક શાંત ન થવાથી વારંવાર કેશ કલાપ, વારંવાર મુખચંદ્ર, વારંવાર કપલ્લવ, વારંવાર નયન યુગલ, વારંવાર કંઠદેશ, વારંવાર સ્તન મંડળ, વારંવાર કટિપ્રદેશ, વારંવાર ડુંટીનો ભાગ, વારંવાર કેડની નીચેનો ભાગ, વારંવાર સાથળ, વારંવાર ચરણકમળ, આરોહવરોહવાળી દષ્ટિથી જોવા લાગ્યો. પછી જોવાને તલપાપડ થઈ રહેલા સમરકેતુ કમલગુપ્ત વગેરે રાજકુમારોને પણ તે ચિત્રપુત્રિકા બતાવી.
ખુશ મિજાજ ચહેરે પ્રતિહારીને પૂછ્યું
‘વજ્રાર્ગલે ! સ્વર્ગ સિવાય ન મળી શકે એવું આ ચિત્ર તેં ક્યાંથી મેળવ્યું ?''
વજ્રર્ગલા—“સાંભળીએ, રાજ ! વિનવું છું. આપ આજે પધાર્યા છો, તેથી બગીચાની શોભામાં ઓર વધારો થયો છે. તે