________________
ઉભી હતી. બે બાજુએ બે ચામર ગ્રાહિણી ચામર વીંજતી હતી. પાછળની બાજુએ એક દાસીએ મોતીની સેરવાળું શ્વેત છત્ર ધારણ કર્યું હતું. સવિલાસથી પગલાં ભરતી હતી તે વખતે મંદમંદ નુપુરનો ઝોકાર થતો હતો. શરીરમાંથી પ્રભા ચારે તરફ પ્રસરી રહી હતી. હાથમાં માણેકની ચુડીઓ, ને આંગળીમાં રત્નજડિત વીંટી પહેરી હતી. ગોળ સાથળો વાળા જઘન ભાગમાં કલ્પવૃક્ષનું પાંદડું છુપાવ્યું છતાં બારીક વસ્ત્રોમાંથી દેખાતું હતું. કાચળીનો છેડો ઉંચો નીંચો થવાથી ત્રિવલી સહિત નાભિ મંડળ દેખાતું હતું. સ્તનોનો ભાર દિવસે દિવસે વધતો જતો હોવાથી મુખની ચંદ્રિકા રોકાતી હતી.
તેના કંઠે સુદર્શન સહિત વૈકુંઠના શંખની તુલના કરી હતી. કાન ઉપર સુગંધી મંજરી પહેરી હતી. કાનમાં દત્તપત્ર પહેર્યા હતા. સમુદ્ર પણ પાણીના કણીયાના જાળથી તેને ચામર વીંજતો હતો. પ્રાતઃકાળ પણ આકાશરૂપી મરકતના થાળમાં સૂર્યરૂપી દીવો મૂકી તેની આરતી ઉતારતો હતો. દિગન્તો દૂર રહીને પણ વિલેપન કરવા સુગંધ તેને અર્પણ કરતા હતા. ઝાકળના બિંદુવાળા અંતરિક્ષ જાણે સ્મરજન્ય પરસેવાથી રેબઝેબા થઈને ખોળામાં રાખી હતી. પ્રાતઃકાળનો પવન કમળની કેસરોથી રોમાંચિત થઈ તેને આલિંગન આપતો હતો. મેરૂથી થવાના મથનથી ભય પામીને મદિરામાંથી જાણે મદશક્તિ નાશી આવી હોયની, અનંગની ઈક્ષમય ચાપ યષ્ટિમાંથી જાણે મુઠીથી દબાતા રસની ધારા ગળી ગઈ હોય તેવી તે જણાતી હતી.
આ રીતે સમરકેતુ પોતાની હકીકત કહેવામાં તલ્લીન થઈ ગયો છે. કમલગુપ્ત વગેરે રાજકુમારો સાંભળવામાં એક ચિત્ત