________________
૭૬
મારી ચંચળતા અને સાહસનો વિચાર આવતાં વિસ્મય, શરમ, અને ખેદ એકસાથે મને થવા લાગ્યા, ને વિચારવા લાગ્યો કે—“હું કેવો ચપળ ! એક બાળક માફક રાગ રાગણી સાંભળી અહીં દોડી આવ્યો. મેં ખરેખર બાળક બુદ્ધિ જ કરી છે. વજ્રથી ભય પામેલ આ પર્વત માફક અનેક દુષ્ટ જળચરોથી ભરપુર સમુદ્રમાં નકામું અવગાહ૨ન કર્યું. ઈંદ્રીયની ચપળતા છોડ્યા વિના બાળ તપસ્વી માફક ઠંડ વેઠી મારી આ ચપળતા ક્યાંથી આવી ? હું શીખ્યો નથી. કોઈએ સમજાવી નથી. અહો! યુવાવસ્થા વિકારમાં કેવી લપટાઈ જાય છે ? અહો ! સારી ધારણાઓ કેવી ગભરાવી નાંખે છે. અહો ! પરતંત્રતા કેવા કેવા કષ્ટો આપી રહી છે ? અહો ! કાર્યાકાર્યનો વિચાર કરતી અટકાવવામાં અહંકારનું સામર્થ્ય ? અહીં ! દૈવ કેવી કુબુદ્ધિ સુજાડે છે ? અહા ! મારા પિતાના તે પ્રયત્નનું, મારા વિદ્યાભ્યાસનું, નીતિશાસ્ત્રના શ્રવણનું, હેયોપાદેય તત્ત્વના પરિજ્ઞાનનું, વૃદ્ધોનાં ઉપદેશનું, વિદ્વાનોની સોબતનું, ઇંદ્રિયના તે નિગ્રહનું મેં કેવું ફળ મેળવ્યું ? આ મને વારંવાર પૂછ્યા કરે છે. હવે મારે ઉત્તર શો આપવો ? શું રસ્તો બતાવું ? આ વખતે શું કરૂં ? પહેલેથી નક્કી કર્યું છે, માટે ગમે તેમ કરી
આ કામ પાર પાડવું જોઈએ જ, એવા નિશ્ચય પર આવી આને ગમે તેમ હોડી ચલાવવાનો હુકમ આપી દઉં ? ઠીક, ચાલો કદાચ પાછા વળીએ, પણ પહેલાં એમનું કહ્યું માન્યું નહીં, ને શું હવે માનવું ? ચિત્તની ચપળતાથી અહીં સુધી આવ્યા, ને હવે વીલે મોઢે કઈ રીતે પાછા વળવું ? પાછા વળીને પણ આ ભયંકર સમુદ્રમાંથી સહીસલામત કેવી રીતે પસાર થવું ? પહેલાથી ખબર મળે ને મિત્રો સામા આવે તો અર્ધે રસ્તેથી પાછા વળી