________________
વિલું મોટું તેઓને કઈ રીતે બતાવવું? ભાઈબંધો દૂરથી હસતાં હસતાં પૂછશે–“ભાઈ સાહેબ ! ક્યાં ગયા હતા ? કેમ ગયા હતા ? શું જોયું ? શું અનુભવ્યું ? લાવ્યા શું ?” ત્યારે શરમ ભરેલો આ ખરો બનાવ કેવી રીતે મારે તને કહેવો ?
મૂકામે પહોંચ્યા ને બધા રાજ્યના અધિકારીઓ કહેશેકુમાર તો સ્વચ્છંદી છે. એમની નોકરી આપણે ન જોઈએ, એમ વિચારી મુંગે મૂઢે પોતપોતાનો અધિકાર છોડી ઉભા રહેશે તો મારે તેઓને સમજાવવા શી રીતે ?
ક્રોધથી ધમધમી ગયેલા વૃદ્ધોના ઠપકા એકાંતમાં કેટલાક સાંભળવા ? મને ધિક્કાર છે ! ચપળતાએ મને મારી નાંખ્યો. મને મારું પોતાનું ભાન ન રહ્યું. સ્વમાનની પણ મેં દરકાર ન કરી. જેરાએ વિચાર ન કર્યો. હવે આ સામાન્ય માણસ તારક પણ મને કળી જશે, કે–આમાં કાંઈ માલ નથી, ચપળ છે, કુતૂહળી છે, રમતિયાળ છે.”