________________
૭૫
થાય તેટલા વખતમાં કંઈ કંઈ જોઈ શકાશું. જો કે આ ત્નિકૂટ પહાડની તો રમણીયતા ઓર જ છે. શી વાત કહું ? અદ્ભૂતતાનો અવિવિધ છે. દર્શનીયનું દૃષ્ટાંત છે. કુતૂહળનું સંકેત સ્થાન છે. પગલે પગલે દેવતાઓને શરમાવે તેવા ક્રીડાસ્થાનો છે. ઠેકાણે ઠેકાણે સર્વ ઋતુઓના જંગલો છે. વને વને ખીલેલ ફુલના ગુચ્છાવાળા કલ્પવૃક્ષોના વનખંડો છે. ખંડે ખંડે જાતજાતના સુવર્ણમય વેલડીઓના હીંચકાઓ છે.
હીંચકે હીંચકે વિદ્યાધરના સ્ત્રીપુરૂષના જોડકાંઓ અચ્છી રીતથી હીંચકી રહ્યા છે. શીખરે શીખરે કીન્નરોનું ગીત સંભળાય છે. દરેક પથ્થરવાળા ભાગોમાં ઝરણાઓનો ખળભળાટ સંભળાય છે. નદીએ નદીએ રત્નની વેળુમાં વિચિત્ર વિચિત્ર જાતના પંખીઓ ૨મી રહ્યા છે. દેવતાઓને રતિક્રીડામાં પ્રવર્તાવતો દક્ષિણ પવન વખતો વખત વાય છે. દરેક ઠેકાણે જ્યાં જુઓ ત્યાં મન ખુશ ખુશ થઈ જાય છે. દરેક વસ્તુ જોઈ જોઈને આંખ થાકી જાય છે. ઝાડને છાંયડે જઈ બેઠા કે થાક શું ચીજ છે, તે જણાતું જ નથી. ફૂલોની ગંધથી નાક તૃપ્ત થઈ જાય છે. વનલતાઓ કુસુમાટ્ટહાસ કરી રહી છે. પતીની વાર્તાથી માનીનીઓના પણ મનમાં કામદેવ પોતાનો અધિકાર જમાવે છે. વધારે વાત શું કહું ? જોશો એટલે બધું જાણશો.''
એ તો બોલીને ચુપ રહ્યો, પણ મને તે જાણે માથા પર અકાળે વજ્ર પડ્યું હોય એવું થઈ ગયું. એકદમ આમ અટકી જવું પડશે તે મારા ખ્યાલમાં જ શાનું હોય ? ‘‘હુંહું ! મહા દુઃખ ! સુખ તો મળ્યું જ નહીં, ને હેરાન થયા.'' નીચું જોઈ હું તો ચૂપ બેસી રહ્યો.