________________
૭૩
માટે ક્લેશની વાત જવા દે. મારું મન ઉત્સુક થયું છે, તે ઉપરથી જ જો તું નિમિત્તશાસ્ત્રને પ્રમાણભૂત માનતો હોય તો ધારી લે કે આપણને ત્યાં અવશ્ય લાભ થવાનો થવાનો ને થવાનો જ. માટે બીજા ખોટા વિચાર જવા દે, જરા મન સ્થિર કર. આવા પ્રસંગે કેમ ઢીલો થઈ જાય છે ? જવા માટે તારી હોડીની બાબતમાં જે તૈયારી કરવી હોય તે કરી લે. રાતમાં બરાબર જોઈ શકાય માટે આંખમાં તમારું કંઈ અંજન આંજવાનું હોય તો તે પણ આંજી લે. સહાયમાં તારા બે બાહુ જ કામ આવવાના છે. માટે ચાલ, ચાલ, તૈયાર થા, ને ચડાવ બાંહ્ય, તે ધાર્યું હોય તો આખો સમુદ્ર ખાબોચીયા સમાન છે. તો આ ક્યાં વધારે દૂર જવું છે. આ રહ્યું.”
એમ કહ્યું તો પણ તેનું મન સંશયમાં હતું. છેવટે બોલ્યો
કુમાર ! હું તો આપનો તાબેદાર છું. મને તો આપનો ઈશારો જ જોઈએ. આટલું બધું કહેવાનું હોય ? અવશ્ય જવું જ હોય તો વચ્ચે કોણ આવી શકે તેમ છે. ચાલો તૈયાર થાઓ. આ સેવક હાજર છે, આપનું લુણ ખાધું છે, તો રાજ્ય કાર્ય સિવાય એમનું શરીર અનુપયોગી છે.”
તારકે એટલું કહ્યું એટલે આપણે તો ખુશી ખુશી થઈ ગયા. શું તે વખતનો આનંદ ? (ચાલો, આપણે પણ ત્યાં જઈએ, જોઈએ તો ખરા, શું થાય છે ?).