________________
૭૧
વિદાય કર્યા પછી ગીત સાંભળવામાં એકતાન થઈ ગયેલા તારકને મેં કહ્યું.
તારક ! આ અપૂર્વ ગીત મારું મન આકર્ષે છે. પણ તું થાકી ગયો છે. એટલે હવે તને હુકમ કરવો ઉચિત નથી. પણ તારા શરીરને થાકે વધારે ઈજા ન કરી હોય. મુસાફરી કરવાથી તું કંટાળ્યો ન હો, તો હું કહેવા ઈચ્છું કે “તૈયાર થા, તારી હોડી તૈયાર કર. હજુ બધા વહાણોમાંથી ઉતરે છે, હજુ કેટલાક વહાણો સમુદ્રમાં તરે છે. કેટલાક પાછળથી રહી ગયા છે. હજુ તંબુ ઠોકાયા નથી, ઉતારાની સામગ્રી ને વાર થશે, તેટલામાં આપણે જઈને પાછા આવી જઈશું. ચાલ જલ્દી જઈએ, જોઈએ તો ખરા કે શું છે ? આ વાજીંત્રો શહેરમાં, પર્વત ઉપર કે સમુદ્રકિનારે
જ્યાં વાગે છે ત્યાં અવશ્ય કંઈક જોવા જેવું હશે, કાંતો કોઈ રાજા મહારાજાનો રાજ્યાભિષેક હશે, અથવા કોઈ કન્યાનો સ્વયંવર મંડપ હશે, અથવા દેવો કોઈ વિશિષ્ટ દેવની યાત્રાએ આવ્યા હશે. આવું કંઈ મોટું કારણ હોવું જોઈએ, નહીંતર આવા સુંદર વાત્રો સંભવે જ નહીં, કેમ તારી ઈચ્છા થઈ કે ? જલ્દી તૈયારી કર, આ નજીક છે, બહુ દૂર નથી. જો તાલ, લય વગેરે કેટલું સ્પષ્ટ સંભળાય છે ?
તારક–“જઈએ, કંઈ અડચણ નથી. ચાલો જોઈ આવીએ, પણ એ પર્વતની ચારે બાજુએ સમુદ્રને કોટ છે. મોટા મોટા વહાણવટીઓને પણ જવું બહુ મુશ્કેલ પડે છે. મોટા મોટા ટેકરાઓ બહુ કંટાળો આપે છે, ને જવાનું મન ભાંગી જાય છે. જવું બહુ મુશ્કેલ છે, તેથી જરા મન પાછું હઠે છે. જોવાનું તો તમારી પેઠે મને પણ મન થયું છે. પહેલાં પણ અમે એક વખત