________________
છે, મનુષ્યોને અગોચર ભૂમિમાં આવી પહોંચ્યા છીએ. સર્વ સુંદર વસ્તુના ખજાનારૂપ સ્થાન હાથ કર્યું છે. ત્રિભુવના શ્ચર્યકારી આ આયતન પણ જોયું છે, ખરેખર આપણે ભાગ્યશાળી છીએ, આપણો જન્મ સફળ થયો છે. ઝટ ઉઠ, અત્યારે કરવાના નિત્ય કર્મથી પરવારી લઈએ, જા, જલ્દી કલ્પવૃક્ષોના તાજાં ઘડેલાં ફૂલો લાવ, ઝરણાઓમાંથી મીઠું પાણી ભરી લાવ. હાથ પગ ધોઈ આ મંદિરમાં પ્રતિષ્ઠિત દેવનું દર્શન કરીએ ને તેની પૂજા કરીએ, આપણે હાથે એમની પૂજા કરીશું, પછી સ્તુતિ કરીશું એટલે આપણી યાત્રા સફળ થશે.”
“તારક હસી પડ્યો, ને બોલ્યો ”
કુમાર સાહેબ ! અધીરા કેમ થાઓ છો ? બધું કરીએ છીએ, પણ મારી વાત સાંભળો. આપણે મંદિરમાં કઈ રીતે જઈ શકીશું ? જે ઉંચુ બારણું જણાય છે; તેની પાસે પગથીયાં છે પરંતુ ટાંકણાંથી ફરતો કિલ્લો કોરી કાઢેલ છે તે આડે આવે છે. બીજી જે નાની નાની બારીઓ જણાય છે તે પણ ઘણી જ ઉંચી હોવાથી નકામી છે. તેથી થોડી વાર અહીં જ વાટ જોતાં ઉભા રહીએ, મંદિરમાંથી કોઈપણ મનુષ્ય કે વિદ્યાધર આવશે તેને માર્ગ પુછીશું, મને લાગે છે કે એમાં કોઈપણ અવશ્ય હોવું જોઈએ, કેમકે કોઈ યાત્રાએ હમણાં જ આવ્યા હોય એવી તાજી નિશાનીઓ જણાય છે. જુઓ બારણે ચંદનની કુંપળોના તોરણો હમણાં જ બાંધેલા જણાય છે. ચિનાઈ વસ્ત્રની ધજાઓ પણ નવીજ છે. અળતાના થાપાઓ તાજા જણાય છે. વાજીંત્રના અવાજથી ત્રાસ પામીને નાશી ગયેલા પારેવા મંદિરના શિખર પર બેઠાં છે, હજુ પાસે જતાં નથી. ફૂલની માળાઓની આજુબાજુ