________________
( ૨. હવે શું કરવું )
સાથે કેટલાંક મદદગાર લઈ લીધા. આકાશમાં વાદળીની જેમ હોડી સમુદ્રમાં પવનથી પ્રેરીત થઈ ચાલવા લાગી.
તારક દરેકને સાવચેત રહેવાના હુકમ આપતો જતો. એક માણસના હાથમાં દીવી બળતી હતી. હોડી ઝપાટાબંધ ચાલતી હતી તેથી થોડા વખતમાં અમે ઘણો રસ્તો કાપી નાખ્યો, ક્યાંય હોડી અટકી જ નહીં.
થોડી વારમાં તો તે પહાડને પ્રદક્ષિણા કરી જે તરફથી શબ્દ આવતો હતો તે તરફ વળી. તેવામાં ધીમો ધીમો થતો સંગીતનો શબ્દ એકાએક બંધ થયો. ફરી સંભળાશે એવી આશાએ જરા આગળ ચલાવી છેવટે ઉભી રાખવી પડી અને તારકે મને કહ્યું – “કુમાર ! આપણને રસ્તો બતાવનાર વાદ્યનો ધ્વનિ બંધ પડ્યો છે. ફરમાવો, હવે શું કરવું છે ? આમને આમ લક્ષ્ય બાંધ્યા વિના જ હોડી ચલાવ્યા કરવી ? કે પાછું વળવું છે ? છતાં જો જવું જ હોય એવો આપનો ચોક્કસ નિશ્ચય હોય તો, પર્વતની બાજુએ બાજુએ આ રસ્તો છે. તે રસ્તે અહીંથી ચાલ્યા જઈએ. તો વખતે ઠેકાણું મળી જાય, અને જવાની જરૂર હોય તો નકામી માથાકૂટ કરવાની જરૂર નથી. મારો તો વિચાર છે કે ચાલો, પાછા જઈએ. બધા આપણી ખોળ કરતા હશે. બધાનો જીવ ઉંચો થઈ ગયો હશે, મંત્રીઓ અમાત્યો ગભરાઈ ગયા હશે. ક્યાં ગયા ? ક્યાં ગયા ? એમ બુમ પડી રહી હશે. ચારે તરફ શોધ ચાલુ થઈ હશે. ચાલો જઈએ અને બીજે કામે લાગીએ. કૌતક જોવા હશે તો આપણી વિજયયાત્રા પૂરી નહીં