________________
પ૬
વળી, તે બિચારો શું કરે ? દેવે જ બિચારાનું પિરસ્ય ભોજન પાછું લઈ લીધું છે. શું થાય ? શો ઉપાય ? વિદ્વાનોએ બુદ્ધિબળથી બાંધ્યા છતાં નિરંકુશ અને પાપી દૈવ દુષ્ટ હાથી માફક સ્વચ્છંદે પોતાની સત્તા બજાવ્યે જાય છે. એ પ્રતિકુળ હોય ત્યારે ગમે તેવો પ્રયત્નશીલ ફળાર્થી ફળ મેળવી શકતો જ નથી.
માટે હવે આ ચિંતા છોડો. એથી કંઈ લાભ નથી. કેવળ આપને માનસિક કલેશ જ છે.
મને તો એમ લાગે છે કે આ બિલાડા જેવા મંજીરકનો જ બંધો વાંક છે, તેથી તેનો વિચાર કરવા જેવો છે. કેમકે પત્ર લાવનારીનો આવો વિચાર હશે કે “આ પરબીડીયું કોઈ ન દેખે તેમ આંબા નીચે મુકી રાખું, અને જ્યારે તે યુવાન યાત્રા જોવા આવશે ત્યારે છેટેલ ઉભી રહી તેને બતાવીશ” એવા વિચારથી તેણે મુકી રાખ્યું હશે, ત્યાં તો વચ્ચે જ આણે ઉપાડી લીધું. ભગવાન કામદેવ દયા લાવી બન્નેનો સંબંધ થાય એવી ઘટના કરતા હતા, તેમાં આણે મોટું વિઘ્ન નાંખ્યું અને બન્નેને સદાને માટે વિયોગી રાખ્યા. તેઓના આનંદમાં ભંગ પાડ્યો. રંગમાં ભંગ કર્યો.
અથવા એ મુખનો શો વાંક ? વાંક કુમારશ્રીને છે-કે આવા અનીતિ કરનારને શિક્ષા કરતા નથી ને કેળવણી (શીખામણ) આપી સમજુ બનાવતા નથી.
અથવા કુમાર શ્રી શું કરે ! ઘણી વાર સમજાવ્યા છતાં પણ એ હઠીલો માને એવો ક્યાં છે ? જવા દો હવે એની વાત. અહીં કરેલા પાપનું ફળ જન્માન્તરે સ્વયં નરકમાં જઈ ભોગવશે.