________________
૩. વિજય યાત્રા )
આપ સર્વના જણાવવામાં જ છે કે સિંહદ્વિપમાં ચંદ્રકેતુ રાજા રાજ્ય કરે છે. તેની રાજધાનીનું શહેર રંગશાળા છે, અને તેમનો હું પુત્ર છું.
કેટલોક વખત થયાં સુવેલ પર્વતની આજુબાજુમાં માંડળીક રાજાઓ ખંડણી આપતા નહીં ને ઘણી વખત રાજ્ય સામે વિરુદ્ધ વર્તન ચલાવતા હતા. તેઓને ઝેર કરવા મહારાજાએ નૌકાસૈન્યને હુકમ આપ્યો.
મને તે સૈન્યનો નાયક બનાવ્યો. જો કે હું કળાઓ શીખીને તૈયાર થયો હતો અને યુવાવસ્થામાં પ્રવેશ કરતો હતો. એટલે મારો યૌવરાજ્યાભિષેક કર્યો. કેટલાક સેનાપતિ, સામંતો અને સારા સારા મંત્રીઓને મારી સાથે મોકલવા ઠરાવ કર્યો.
સવારે ઉઠ્યો, ન્હાયો, ને હંમેશ કરતાં વિશેષ પ્રકારે પૂજા કરી તેલ, અત્તર વગેરે અંગરાગ શરીરે લગાવી ઉત્તમ વસ્ત્રાભૂષણ પહેરી પછી સભામંડપમાં ગયો.
ત્યાં વારાંગનાઓએ કરેલું યાત્રામંગળ અનુભવી પ્રથમ કક્ષાની બહાર નીકળ્યો. તેવામાં માવત વજાંકુશે અમરવલ્લભને શણગારી તૈયાર રાખ્યો હતો. તે ઉપર હું આરૂઢ થયો. બન્ને ખભે બાણના ભાથાં કસીને બાંધી લીધા. ડાબા હાથમાં ધનુષ રાખી લીધું. બે બાજુએ ચામરવ્યજન શરૂ થઈ ગયું. ઉદ્ધતાઈથી ચાલતા પાયદળના પગના ધમકારાથી પૃથ્વી હૃદયમાં કંપી ઉઠી. જય જય’ શબ્દથી આકાશ ગાજી ઉઠ્યું. ઢક્કાઓનો અવાજ દીશાઓ વાચાળ કરવા લાગ્યો. આગળ સોનાની છડી લઈ