________________
૬૪
થા, આ તારું વસ્ત્ર છાતી પરથી ખસી ગયું છે, સરખું રાખ. તારી વિસંસ્થલાવસ્થામાંથી છુટી થા. સ્વસ્થ થા ને ઘેર જા.”
જે વખતે તારકે તેનો હાથ પકડ્યો તે જ ક્ષણે ઉત્પન્ન થયેલા કામદેવે ધનુષ્ય ચડાવ્યું અને ભયને ક્યાંય નસાડી મુક્યો. તેના હૃદયમાં પહેલાં કરતાં તારક તરફ નવીન અનુરાગ ઘણો જ વધ્યો હતો.
અવસર મળ્યો જાણી પ્રૌઢા માફક કટાક્ષથી તારક સામે જોઈ જરા હસી જવાબ આપ્યો
“કુમાર ! તેં મારો પાણિ (હાથ) ગ્રહણ કર્યો (પકડ્યો) છે, તો વિસંસ્થળ હું મને પોતાને કઈ રીતે શુદ્ધિમાં લાવું ? અને આ ઘરથી બીજે ઘેર કેમ (શા માટે) જાઉં ? અત્યારે તો તમારા ઘરે જ મને આશ્રય આપ્યો છે.”
એટલું કહેતાં કહેતાં તેના મુખ પર શરમના શેરડા પડ્યા. શરમથી નીચું જોઈ જરા મોં મલકાવતી પગના અંગુઠાથી ભય ખણવા લાગી.
જ્યારે પ્રિયદર્શનાએ આવો પોતાનો વિકાર જાહેર કર્યો, ત્યારે તેની શોભા બમણી વધી ગઈ હતી. અને તે તારકને સંપૂર્ણ રીતે લોભાવવા બસ હતી. વળી અમૃત જેવા તેણીના હસ્તસ્પર્શથી અને ચતુરાઈ ભરેલા પ્રેમાળ વચનોથી તેણે કરેલ સ્વાત્મસમર્પણ સાંભળી તારક લટ્ટ બની ગયો હતો.
હસતાં હસતાં તેણે બાથમાં લીધી, ગાલ સાથે ગાલ ઘસતાં બોલ્યો
સુંદરી ! બીજે ઘેર ન જવું એવો જ તારો નિશ્ચય હોય