________________
૬૮
પલાંઠી વાળી બેઠો. બીજા પણ સાથે આવવાના રાજપુત્રો પોતાના વહાણ ઉપર ચડી બેઠા.
મારી હોડીને તે બધાં વહાણો વીંટળાઈ વળ્યા અને પછી એક સાથે દરેકે ચાલવું શરૂ કર્યું. પ્રયાણમંગળ શંખ ફૂંકાયો. બીજા વાજીંત્રો વાગ્યાં. બન્દી લોકોએ જય જય શબ્દથી આકાશ ભરી દીધું. શકુનપાઠકો ડુંટીએથી રાડો પાડીને શ્લોકો બોલવા લાગી
ગયા.
સઢના ફડફડાટથી પ્રેરાયેલ વહાણો જોસભેર ચાલ્યાં. પવન અનુકૂળ હતો. અમારા વહાણો દક્ષિણ દિશા તરફ ચાલતા હતા. અનુક્રમે કિનારો અદૃશ્ય થયો. ગામડાઓ ને જંગલો દેખાવા બંધ
પડ્યા.