________________
૫. જળમાર્ગે મૂસાફરી
આ વાતચીત ચાલતી હતી તેવામાં તારક નજીક આવ્યો. નીચા નમી મને પ્રણામ કર્યા અને નમ્રતાથી બોલ્યો
યુવરાજ ! વિજયયાત્રાની વાત ફેલાઈ કે તુરત જ હું અહીં આવેલો છું. આવીને દરેક વહાણ સુતર (સહેલાઈથી ચાલી શકે તેવા) કર્યા, ને સરસામાનથી ભરી દીધા. ખાવાનું ખુબ ભર્યું છે. મીઠા પાણીના મોટા મોટા વાસણો ભરી લીધા છે. લાકડાં છાણાની પણ ત્રુટી રહેવા દીધી નથી. બીજુ પણ ઘી, તેલ, ઓઢવાના પાથરવાના ઓસડ વેસડ વગેરે ચીજો બીન મળી શકે તેવી ભરી લીધી છે. તીર્થો (બંદર) ઉપર યોગ્ય ખલાસીઓ સહીત હોડીઓ રખાવી છે. લશ્કરી અમલદારો અને સીપાઈઓ સરસામાન લઈ વહાણ ઉપર ચઢી બેઠા છે. બીજા ત્રીજા કામ માટે શહેરમાંથી આવેલ સૈન્ય પાછું જવા લાગ્યું છે. આપને માટે પણ વિજયયાત્રા હોડી તૈયાર છે. વિલંબ ન હોય તો ચાલો.''
તુરત જ હું ઉભો થયો. જોષિએ મૂહૂર્ત ક્ષણ કહ્યો એટલે શકુન જોઈ રાજકુટુંબ સહિત ચાલ્યો, કિનારે પહોંચ્યો. ત્યાં ઉભા રહી વળોટાવવા આવેલા વૃદ્ધ શહેરીઓ, મિત્રો, કુટુંબીઓ, નોકરચાકરો વગેરેને કોઈને મસ્તક નમાવી, કોઈને હાથ જોડી, કોઈને સ્મિતથી માન આપી વિસર્જન કર્યા.
“હોડી લાવો, હોડી'' પ્રતિહારીઓએ બૂમ મારી, તુરત નાવિકોએ હોડી કાંઠે આણી. હું આગળ ચાલ્યો. હાથ જોડી મનથી ને મસ્તકથી સાગરને પ્રણામ કર્યા. તારકે હાથનો ટેકો આપ્યો એટલે ઉપર ચડ્યો. તૂતક ઉપરના ઝરોખામાં જઈ ત્યાં