________________
૬૫
તો એકલું ઘર તો શું, પણ મારું ધન, મારા રત્નો, મારા વાહનો, મારો સેવકવર્ગ, મારું શરીર, મારું મન, મારી ઈદ્રિયો ને મારા પ્રાણ, પણ તારા જ છે. તે દરેક સ્વીકારી તેઓનું ગૌરવ વધાર.”
તારકે વિચાર કર્યો કે “હલકા કુળમાંથી પણ કન્યા રત્ન લઈ શકાય છે.” એવું નિતિશાસ્ત્રજ્ઞોનું વચન સંભળાય છે. તો શો વાંધો છે ? કંઈ અડચણ નથી એમ વિચાર કરી હૃદયમાં સળગતા મદનાગ્નિને સાક્ષીએ રાખી ફરીથી તેણે તેનો પાણી ગ્રહણ કર્યો, જેવી રીતે પારાશર મુનિએ યોજનગન્ધાનો કર્યો હતો તેમ.
તે દિવસથી તેઓનો વખત રમત ગમ્મત, ઠઠ્ઠા, મશ્કરી, રીસામણા, મનામણામાં જતો હતો. ઘરના કામકાજ ઉંચે મૂક્યાં
હતાં.
કોઈ ભેદુએ બાતમી આપી કે–
વહાણ ભાંગવાથી સમુદ્રમાં ડુબતી કોઈક વહાણવટીની એ છોકરી જળકેતુએ મોટી કરી છે.
દેશમાં પાછો લઈ જવા સાથે આવેલા વેપારીઓએ બહુ સમજાવ્યો, દેશમાંથી સગાં વહાલાઓએ પુષ્કળ સંદેશા મોકલ્યા પણ શરમનો માર્યો અહીં જ રહ્યો, દેશમાં ગયો જ નહીં.
કોઈ વખતે તે રાજસભામાં ગયો, તેની આ વાત આપના પિતાશ્રીના જાણવામાં આવી ગઈ હતી. તે ગયો એટલે પ્રેમથી બોલાવ્યો, ને મશ્કરી કરી જરા શરમાવ્યો. તેના રૂપ ગુણ અને