________________
૬૩
વખતે સ્થિર ચિત્તે એક હાર ગુંથ્યો હતો. તે હાર તેને પોતાના મિત્ર તારકને મોકલવાનું મન થયું અને બોલ્યો–
“બેટા ! પ્રિયદર્શના ! આ હાર લઈ તું મારા મિત્ર તારકને ત્યાં જા. તેમને આપી આવ.’’
પ્રિયદર્શના—“ઠીક, બાપૂ’' એમ કહી ભરયૌવના પ્રિયદર્શના હાર લઈ અપ્સરાઓને વિલાસથી લજવતી તારકને ઘેર પહોંચી.
તારકને તેણે પ્રથમ જ વાર જોયો. તેનો અનુરાગ તેના ઉપર દૃઢ બંધાઈ ગયો. પિતાએ મોકલેલ ભેટલું તેણે રજુ કર્યું. ચતુર તાકે તેનો સત્કાર કર્યો, ને ભેટ સ્વીકારી. થોડો વખત ત્યાં રહી પોતાને ઘેર ગઈ.
આવી રીતે ગમે તે કામના બાનાથી વારે વારે તારકને ત્યાં આવતી હતી. તેનું દર્શન કરી પ્રેમસાગરમાં અમૃતમય સ્નાન કરતી હતી.
એવાજ કારણસર એક દિવસે પ્રિયદર્શના તારકને ત્યાં ગઈ. પણ તારક ઘે૨ ન હતો. કંઈ કામસર બહાર ગયો હતો. તેની વાટ જોતી પ્રિયદર્શના ત્યાંજ રહી અને કેટલીક સમાન વયની સખીઓ સાથે અગાશીમાં ગમ્મત ઉડાવતી હતી.
તારક એકદમ આવી ચઢ્યો. પ્રિયદર્શના ભયથી નાઠી અને દાદરા પાસે આવતા આવતા પડી કે તુરત તા૨કે તેનો કુણો જમણો હાથ નરમાશથી પકડી રાખ્યો. ને સરખી સ્વસ્થ થઈ એટલે હાથ મુકી દીધો. ને મીઠે અવાજે કહ્યું
‘‘સુંદરી ! સરખી ભોંયમાં તને ઠેશ ક્યાંથી વાગી ? શાંત