________________
૬ ૧
ને પરોઢીએ વહેલો ઉઠી કેટલાક હજુરીયાઓ સાથે સભામંડપના તંબુમાં ગયો. તેવામાં ખલાસીઓના ટોળામાં એક પચ્ચીસ વર્ષનો દેખાવડો જુવાન ખલાસી જોવામાં આવ્યો.
તેને તેવો સુંદર, અને પ્રેતજેવો તેનો પરિવાર જોઈ હું તો આશ્ચર્યમાં પડ્યો. એ વિચિત્રતાનું સમાધાન મારું મન ન કરી શક્યું. એટલે મેં નૌકાસૈન્ય ખાતાના વડા અધિકારી યક્ષપાલિત મંત્રિને પૂછ્યું કે “આ પેલો કોણ છે ?”
કુમાર ! એ એક ખલાસી છે, અને દરેક ખલાસીઓનો ઉપરી છે.”
મને તેમના કહેવા ઉપર વિશ્વાસ ન આવ્યો. વળી જીજ્ઞાસાથી મેં પૂછ્યું –
ખલાસીનો આ આકાર ન હોય ? આવી સુંદરતા ખલાસીમાં ક્યાંથી ?” “કુમાર ! એમ તો આ આકૃતિમાત્રથી જ બીજા ખલાસીઓ કરતાં જુદો પડે છે એમ નથી. બીજા પણ પુરૂષને લગતા ગુણોથી જુદો પડે છે. ક્યાં એનું ધેર્ય, બોલવાની ચાલાકી, ને ક્યાં એનો બુદ્ધિવૈભવ, સાંભળો એની ટુંકામાં હકીકત કહું.