________________
૪. સુંદરી પ્રિયદર્શના
‘સુવર્ણદ્વિપમાં મણિપુર શહેર છે. ત્યાં વૈશ્રવણ નામે એક વહાણવટુ કરનારો વેપારી રહે છે. તેને વૃદ્ધાવસ્થામાં તારક નામનો છોકરો થયો, તે છોકરાની માનું નામ વસુદત્તા હતું. છોકરો ઘણો જ ચાલાક અને દેખાવડો હતો, એવું નાનપણમાંથી જણાઈ આવતું હતું.
જ્યારે તે યુવાન થયો, ત્યારે બીજા વહાણવટી વેપારીઓ સાથે એક વહાણ ભરી આ રંગશાળામાં આવ્યો.
આપણા શહેરમાં જળકેતુ નામે એક ખલાસી રહે છે. ઘણો જ ચતુર અને ખલાસીના કામમાં કાબેલ છે. તમામ ખલાસીઓનો તે ઉપરી છે. સમુદ્રમાં મુસાફરી કરતાં તેને કોઈ એક બાલિકા હાથ લાગી. તેને આણે બચાવી લીધી અને પોતાને ઘેર લઈ આવી પુત્રી તરીકે ઉચ્છેરી મોટી કરી. જેમ જેમ યૌવન પામતી ગઈ, તેમ તેમ તેના કુળ પ્રમાણે તેનું બદન ખીલતું ગયું, તેથી જોનાર યુવાનોને ભાન ભૂલાવતી હતી. તેનું નામ પ્રિયદર્શના હતું.
જ્યારે તારક રંગશાળામાં આવ્યો ત્યારે સ્હેજ વાતચીતમાં જળકેતુ સાથે મૈત્રી થઈ. ધીમે ધીમે બન્નેનો પરિચય વધ્યો. ચતુર તારકથી જળકેતુ અંજાઈ ગયો હતો. જ્યારે બન્નેની પ્રીતિ ઘણી જ વધી ગઈ ત્યારે પરસ્પર તેઓ ભેટો મોકલવા લાગ્યા. કેમકે ભેટો આપવાથી અને લેવાથી પ્રીતિ વધે છે. આમ કેટલોક વખત ચાલ્યું.
એક દિવસે સારાં સારાં રત્નો લઈ જળકેતુએ નવરાશને