________________
આકૃતિ જોઈ તેના ઉપર મહેરબાની કરી આખા નૌકાખાતાનો ઉપરી નીમ્યો.
એ અધિકારમાં જોડાયા પછી થોડા વખતમાં વહાણ ચલાવવાની કળા એણે શીખી લીધી. ખલાસીના કામમાં પુરો પ્રવીણ થયો છે. સમુદ્રમાં મૂસાફરી પણ એણે ઘણી કરી છે. અને દ્વિપોમાં એ જઈ આવ્યો. નાના પણ જળમાર્ગો એનાથી અજાણ્યા નથી. તેમાં સરળતાવાળા ભાગો અને ખરાબાવાળા ભાગો પણ ધ્યાનમાં લઈ લીધા છે. આવી રીતે પોતાની હોંશીયારીથી દરેક ખલાસીઓમાં તે વધારે ચાલાક છે. જુઓ, તેજ આ.
બહુ લાયક માણસ છે. આપનું વહાણ ચલાવવા એને જ નીમો. અને તેની સાથે મૈત્રિ પણ બાંધી લ્યો.એની મીઠી મીઠી વાતોથી અને આનંદી ટુચકાથી રમત ગમ્મતનો આનંદ લુંટતા સહેલાઈથી આ સમુદ્ર તરી શકશો. ગમે તેવું મુશ્કેલ કામ હશે તો પણ એની મદદથી ઝટ પાર કરી શકશો.