________________
૫૪
‘કાગળ લઈ જનારી કદાચ જીજ્ઞાસાથી પરબીડીયું ખોલે અને બધી વાત જાણી જાય, કોઈ વખતે વાંધો પડે ત્યારે છુપી વાત ખુલી કરી દે' આવી બીકથી કે પોતાની ચાતુર્યવાળી રચનાશક્તિનો નાયકને પરિચય આપવા આવો ગૂઢ અર્થ રાખ્યો હોય એમ સમજાય છે.''
કુમારે કરેલ વ્યાખ્યાથી દરેક સભાસદો ચિકત થઈ ગયા. કુમારની પ્રશંસા કરવા લાગી પડ્યા. મંજીકે પણ કુમારના વખાણ કરવામાં હદ વાળી.
વળી પાછા દરેક કાવ્ય વિનોદમાં પડ્યા. પણ સમરકેતુ ચૂપ બેસી રહ્યો ને માથામાં કોઈએ ઘા માર્યો હોય તેમ ઉંધું ઘાલી બેસી રહ્યો. તેનું મોં પડી ગયું ને નિસાસા મુકતો પગના અંગુઠાથી જમીન ખણવા લાગ્યો. તેની આંખની પાંપણો અશ્રુબિંદુથી ભીની થઈ ગઈ હતી.