________________
૫૩
લગ્ન કરવું એ મને ઉચિત જણાતું નથી. તમે ઉતાવળા ના થાઓ. આપણી ધારણા હવે થોડા જ વખતમાં પાર પડશે. . આ રીતે–
આપણે પહેલવહેલા જે વનમાં મળ્યાં હતાં, ત્યાં મારી દૂતી બતાવે ત્યાં છુપી રીતે રહેજો. બીજી વિવાહ સામગ્રીની જરૂર નથી. માત્ર સાથે અગ્નિ લેતા જજો. એટલે તુરત મારી સખીઓ સાથે આવી હું તમારી સાથે અગ્નિની સાષિએ લગ્નથી જોડાઈશ.”
મંજીરક ! આ કવિતામાંથી એક બીજો અર્થ નીકળે તેમ છે. પણ તે અર્થ શાપરૂપ છે.
(મૂળ શ્લોકમાં અસિપત્રપાદપગહન એવા શબ્દો છે) તેનો ભાવાર્થ એવો થાય છે કે મારા માતા-પિતાની સમ્મતિ વિના ગમે તે રીતે મને પરણવાનું ધારતો તું પાપી છે. અસિપત્ર નામના નરકમાં તારો વાસ થશે. અને ત્યાં તને દુઃખ આપવા તારી પાસે અગ્નિ સળગતો જણાશે (હું તો મળવી મુશ્કેલ છું.)
પરંતુ આવો અર્થ કાઢવો નકામો છે. કેમકે વિરાગિણી સ્ત્રીઓ કદી આવી રીતે આદરભાવથી કોઈના ઉપર પત્ર મોકલે નહીં.
આ વિરાગિણી નથી પણ વિયોગિની જ છે. કેમકે વિરહથી પિડાતી તેના સ્તન ઉપર ઠંડક માટે ચંદન ચોપડેલ હશે, અને ઉનાનિસાસાથી સુકાઈ તે કઠણ બન્યું હશે. તે લઈ આ પરબીડીયું ચોંટાડેલ છે. વળી કમળના તાંતણાથી બાંધવું વગેરે પણ એ જ ભાવાર્થ સૂચવે છે.