________________
( ૪. સમરકેતુ અયોધ્યામાં )
એક દિવસે સમરકેતુ અને દંડનાથ જમીને બેઠા હતા. આનંદ વિનોદની વાતો ચાલી રહી હતી. પ્રસંગ મળતાં સેનાપતિએ હાથ જોડી વાત છેડી-;
“કુમાર ! આપ મહાપરાક્રમી છો ! મોટા મોટા રાજા મહારાજાઓ પણ આપની સહાય ઈચ્છે છે. આપ જેવા મારે ત્યાં પધારે તેનું માન સન્માન મારા જેવો અલ્પ કેવી રીતે પુરેપુરી રીતે કરી શકે ? મારું સ્થાન તમે લ્યો, ને મારા ઉપર મહેરબાની કરી. “એ તો તુચ્છ છે.” એમ તમને લાગતું હોય તો તમારા પિતાશ્રીએ ખુશીથી આપેલ યુવરાજપદ રાજધાનીમાં જઈ ભોગવો. પણ કુમાર શ્રી ! મનમાં એમ ન ધારતા કે- “મને એણે જીતી લીધો છે, તેથી તેની મહેરબાનીથી છુટી યુવરાજપણું ભોગવવામાં શી શોભા ?” કેમકે તમને જીતવામાં અમારી શી ગુંજાશ ? તમને કોણ જગતમાં જીતી શકે તેમ છે? છતાં તમને વશ કરી અહીં લાવ્યો છું, તે પ્રભાવ બીજાનો જ છે. જેને દૂરથી જોઈ તમે મૂછ પામી ગયા. તે હું તમને બતાવું.”
હુકમ થતાંની સાથે જ તે વીંટી હાજર કરવામાં આવી. અનેક ચમત્કારિક ઝવેરાતની જડતરલવાળી વીંટી સમરકેતુ જોઈ રહ્યો.
આ ક્યાંથી મળી ?” આશ્ચર્યથી વીંટી સામે જોઈ રહેલ સમરકેતુએ પૂછ્યું.
શક્રાવતાર તીથે ગયા પછીથી જવલનપ્રભ દેવનું મળવું,