________________
૪૪
વેતાળ અને રાજલક્ષ્મીનું આવવું વગેરે આપનો વૃત્તાંત ત્યાં કહી સંભળાવ્યો.
એ સાંભળી કંઈક તે ઠંડો પડ્યો, ને લડાઈમાં થયેલી હારને લીધે પોતાની જાત ઉપર કંટાળો આવ્યો હતો, તે પણ હવે ઓછો થયો. ને પૂછવા લાગ્યો
દંડાધિપ ! તમારી ભલમનસાઈએ હવે હદ વાળી ! ખરેખર તમે મારું મન વશ કરી લીધું છે. દક્ષિણ દિશાના રાજ્યોમાં પોતાની ધાક બેસાડનાર તમે સભા સમક્ષ તમારી લઘુતા અને બીજાની પ્રભુતા ગાઈ રહ્યા છો, તેવું નિઃસ્પૃહ મુનિ પણ ન કરી શકે. તમે તમારા મોટા મનને લીધે જગતને વશ કર્યું છે, એમ નથી. તે મહાનુભાવ મહારાજ મેઘવાહનની મઘવા (ઈદ્ર) વગેરે દેવ પણ શા માટે સ્તુતિ ન કરે ? જેના મુખ્ય મુખ્ય હોદેદારો પણ તમારા જેવા છે. ઉચિત હો કે અનુચિત હો પણ તમારું વચન માન્ય કરવું એ જ મારું કર્તવ્ય છે. પણ હાલ મને કંઈ હુકમ કરશો નહીં. જો મારા પર તમને પક્ષપાત હોય, તો બીજું કંઈ નહીં; માત્ર મારા ચક્ષુ કૃતાર્થ કરો, ને તે સત્વશાલી મહારાજનું દર્શન કરાવો. તેમના ચરણકમળનું દર્શન કરવા મારું મન બહુ જ તલસી રહ્યું છે.”
“ અહો ! કુમાર !! જો એમ હોય તો આજે જ પધારો.” દંડાધિપે પૂર્ણ ખુશી બતાવી.
શુભ દિવસે મારી સાથે સમરકેતુને પ્રયાણ કરાવ્યું. અમે ઉતાવળે કુચ કરતાં કરતાં આજ પરોઢીએ અહીં આવી પહોંચ્યાં. ને આપના ચરણકમળની સેવા કરવાનો અવસર પામ્યા છીએ.”