________________
૪૬
બોલાવ્યો. તેણે દૂરથી જ પ્રણામ કર્યા. રસ્તામાંની બેઠક ઉપર બેઠેલા સભ્યોએ એકદમ જવા માટે રસ્તો કરી આપ્યો. પાસે જઈ કુમારે વારંવાર પ્રણામ કર્યા. રાજા એકદમ આસનપરથી ઉતરી તેને બેઉ હાથે ઝાલી પોતાના ખોળામાં બેસાડ્યો, ને ભેટી પડ્યા. પછી વિનયથી નમ્ર બનેલો કુમાર પાસેના આસન ઉપર બેઠો. રાજા તેની તરફ જોઈ બોલ્યા.
ભાઈ ! ભલે આવ્યા ! તારું પરાક્રમ સાંભળીને મારા કર્ણ આનંદિત થયા હતા ને આજે તારું આ રૂપ અને આકાર જોવાથી ચક્ષુ આનંદિત થયા છે. જગતમાં તને ધન્ય છે કે તારાથી હારી ગયેલા શત્રુઓ પણ પોતે જીત્યા હોય તેમ આનંદમાં આવી જઈ રાજસભામાં પોતાના વખાણ કરે છે. મહારાજ સિંહલેશ્વર પણ ધન્યવાદને પાત્ર છે કે–તમારા જેવા પુત્રને લીધે પુત્રવાન્ થઈ સમસ્ત પુત્રવાળાઓમાં અગ્રણ્ય થયા છે. તમારા જેવા એક પુરૂષરત્નને પ્રાપ્ત કરી પાષાણ રત્નોથી ભરેલ સિંહલદ્વિપની ભૂમિને પણ મારું ઘર ઈચ્છતું નથી. હું કૃતાર્થ થયો છું. મારી દક્ષિણ દેશ જીતવાની મહેનત ફળી છે. આજે જ મારા રાજ્યની શોભા વધી છે. આ સભા પણ આજે જ પુરેપુરી શોભે છે. બાલારૂણ વીંટી આપીને રાજલક્ષ્મીએ જ મને બીજો પુત્ર આપ્યો છે. આ કુમારનો અને તારો આ રાજ્યમાં સરખો ભાગ છે. હવે અહીં સુખેથી રહે. તારું ચિત્ત અહીં જ સ્થિર કર. મનમાં માનતો નહીં કે ‘મને શત્રુઓ પકડી લાવ્યા છે. તો કેમ રહું ?' અહીં કોણ તારો શત્રુ છે? અહીંનો દરેક વર્ગ તારી સેવામાં પાસે જ હાજર છે. માત્ર દક્ષિમ દિશા તરફનું આ રાજ્યની હદનું જંગલ જ દૂર છે. રમવા, ખેલવા કે ફરવા જવા માટે ગામડાઓ પણ પાસે પાસે જ છે. બસ, હવે