________________
પ0
થંભોની ભીંત બનાવી હતી. આગળના ભાગમાં ફૂલના ગુચ્છા લટકાડેલા હતા. ભીંતો ઉપર કમળના તાંતણાના ચામરો ગોઠવી દીધા હતાં. હરિચંદનની કુંપળોના તોરણો બારણે બારણે બાંધી દીધા હતા. થાંભલે થાંભલે બરફની પુતળીઓ ગોઠવેલી છે. બારીએ બારીએ કાલાગુરુનો ધુપ ધમધમાટ કરી રહ્યો છે. રત્નજડિત અત્તરદાનીયો તેમાં જોવામાં આવે છે. ભમરાઓ આમ તેમ સુગંધની લાલચથી ફરી રહ્યા છે. ચિનાઈ કાપડના ઉલ્લોચ બાંધેલા છે. જાણે લૂગડા વણતા હોય તેમ મૃણાલના તાંતણાની જોડીઓ ચાંચમાં લઈ હંસો આમ તેમ ફરી રહ્યા છે. ઉપર ગોઠવેલ ફૂવારામાંથી પાણી ઉડી ઉડીને ચંદ્રકાન્ત પથ્થરની પરનાળોમાં થઈ ચારે તરફ ફરતું નીચે ધોધબંધ પડે છે, સૌ અંદર ગયા અને ફૂલની બનાવેલ બેઠક ઉપર કુમાર બેઠા પછી સૌએ પોતપોતાને યોગ્ય આસન લીધું. તેમાં કેટલાક કવિ હતા. કેટલાક સાહિત્ય શાસ્ત્રના પંડિત હતા, કેટલાક પુરાણ, ઈતિહાસના જ્ઞાતા હતા, કોઈ કોઈ તો કથા કહેવામાં ફાંકડા હતા, કેટલાક નાટકના શોખીન જીવડાઓ હતા, કેટલાક મન્મથ શાસ્ત્રના પણ જાણકાર હતા. પોશાક પહેરવામાં ચતુર હતા તે ઠાઠમાઠથી અત્રે પધાર્યા હતા. કેટલાક મશ્કરા હતા, કેટલાક બીજાના સ્વભાવ પ્રમાણે મીઠું મીઠું બોલનારા પણ હતા, કેટલાક ખુશામતીયા પણ હતા.
તેઓ સાથે પ્રથમ સેજસાજ ચિત્રાલંકારવાળી કાવ્યગોષ્ઠી ચાલી તેમાં કેટલીક પ્રસિદ્ધ પ્રસિદ્ધ પ્રહેલિકા બોલાવી શરૂ થઈ ગઈ છે, પ્રશ્નત્તરોનું ચિંતવન ચાલી રહ્યું છે. પ્રસન્ન અને ગંભીર ભાવાર્થવાળી કેટલીક કવિતાની કડીઓનો વિચાર ચાલી રહ્યો છે, માત્રાટ્યુતકાદિ કાવ્યોનો ઉહાપોહ થઈ રહ્યો છે. તેવામાં