________________
૪૮
ત્યાં માતુશ્રીને પ્રણામ કરી અને પોતાના મુકામ તરફ
વળ્યા.
સ્નાનાદિથી પરવારી ભોજન લઈ ભોજનશાળાના બહારના ભાગમાં બેઠા હતાં, તેવામાં રાજાના હુકમથી સૃષ્ટિ નામના ન્યાયાધીશ હાથમાં નક્શાનું ભુંગળું લઈ આવ્યા. ઉચિત આસને બેસી તે ભુંગળામાંથી નક્શો કાઢી પહોળો કર્યો, ને ઉત્તર દિશાના દેશોની હદ બતાવી. “આટલા દેશ કુમારશ્રી આપને ખાનગી ખર્ચ માટે આપવાનો મહારાજશ્રીનો હુકમ છે. અને આ હદમાંના અંગ વગેરે દેશો કુમારશ્રી સમરકેતુને આપવાનો હુકમ થયો છે.” એમ કહી નકશો સંકેલી ભુંગળામાં દાખલ કર્યો.
પાન સોપારી લઈ પ્રણામ કરી ન્યાયાધીશ ત્યાંથી ગયા. એમ બન્ને સાથે રહેવા લાગ્યા અને છેવટે બન્નેની ગાઢ મૈત્રી જાગી. રાજા હંમેશા સમરકેતુને ઘણું જ માન આપતા છતાં તેના મનમાં જરા પણ ગર્વ ન હતો. પરાક્રમ સિવાય બીજા બધા હરિવહનના ગુણો તેણે ગ્રહણ કર્યા, ને પ્રીતિથી તથા ભક્તિથી રાજા માફક રાત-દિવસ તેની સેવા કરતો હતો. હરિવાહન પણ તેના ઉપર ઘણો જ ખુશી રહેતો હતો. એમ બન્નેના દીવસો આનંદમાં જતા હતા.