________________
૩૯
દીધી. આંગળીમાં જતાંની સાથે જ તેનો પ્રભાવ ફરી ગયો. કોઈ અપૂર્વ તેજ તેનામાં આવ્યું.
એ વીંટીમાંથી રત્નના કિરણો ચારે તરફ ફેલાવા લાગ્યા, તે કિરણો ફેલાયા કે શત્રુનું આખું સૈન્ય નિદ્રાધીન થઈ ગયું. હાથીના ગંડસ્થલમાં ખેંચી ગયેલ અંકુશો જોરથી ખેંચતાં માવતો એવી સ્થિતિમાં ઊંઘી ગયા. વિજયમાળા પહેરાવવા આવતી અપ્સરા સામું જોઈ રહ્યા હોય તેમ ફાડેલી આંખે જ યોદ્ધાઓ થંભી ગયા. કેટલાકની મુઠ્ઠીમાંથી તલવારો નીચે ખણખણાટ કરતી સરી પડી. ફેંકેલા બાણો અડધે રસ્તે જ શરમાઈ જઈ નીચી મુંડીએ હેઠે પડ્યા.
પેલો રાજકુમાર પણ જઝુમતો હતો, તે એમને એમ રથમાં સ્થિર થઈ ગયો.