________________
(૨. લડાઈ)
બને સૈન્યનો વિશાળ મેદાનમાં ભેટો થયો. યુદ્ધ શરૂ થઈ ગયું. હાથીના ઘંટાઓ સાંભળી સામાવાળાઓના હાથીઓ ઍહિત (ગર્જારવ) કરવા લાગ્યા. ઘોડાઓ હણહણાટ કરવા લાગ્યા. વેગથી ચાલતાં રથોનાં પૈડામાં ચિત્કાર શબ્દ થવા લાગ્યો. તીર-કામઠાનો ટણાકાર શરૂ થઈ ગયો. સૂત્કારતાં બાણો છુટ્યાં. ભ ભ કરતી ભેરીઓ વાગી. યોદ્ધાઓની ધમાચકડીમાં ઉડતી ધુળથી આકાશ છવાઈ ગયું. કોઈ કોઈનું મોટું સૂજતું નથી. એકબીજાને નજીક છતાં ઓળખી શકતા નથી. ધનુષની દોરીના ધમધમાટથી બાણ છોડ્યાની ખબર પડતી. તણખા ઉડવાથી ને ખડભડાટ થવાથી શસ્ત્રાશસ્ત્રિયુદ્ધનું અનુમાન થતું.
આ ભંયકર યુદ્ધમાં કેટલાક પડ્યા, કેટલાક મૂવા, કેટલાક ઘાય થયા, કેટલાક છાની રીતે નાસી ગયા, છતાં બન્ને તરફથી સજ્જડ હુમલાઓ થતાં એ યુદ્ધ ચાલુ હતું. જય-પરાજય વારાફરતી એકબીજાને લલચાવતા ને નિરાશ કરતાં ને ફરી જુસ્સાથી યુદ્ધ ચાલતું હતું. અર્ધી રાત વીતી ગઈ. થોડી રાત વધારે વીતી. લગભગ રાતનો ત્રીજો ભાગ બાકી રહ્યો, તેવામાં એક શૌર્યની મૂર્તિ, સુંદર, યુદ્ધરસિક રાજકુમાર શત્રુ સૈન્યમાંથી મોખરે ધસી આવ્યો. પોતાના પરાક્રમથી અને આજુબાજુના મિત્ર રાજકુમારોના સખ્ત પ્રયત્નથી ઝપાટાબંધ “વજાયુધ ! ! વજાયુધ !” એમ બોલતા તેની પાસે આવી પહોંચ્યો. “આ હું અહીં રહ્યો. આમ આવ, આમ આવ.” એમ કહી વજાયુધે પોતાની તરફ તેનું ધ્યાન ખેંચ્યું. બન્નેનું પરસ્પર ભારે ભયંકર યુદ્ધ થયું. થોડીવાર કુમાર બોલ્યો –