________________
३८
“વજાયુધ ! તમારા આ પરાક્રમથી હું બહુ જ ખુશી થયો છું. મારું મન ઘણું આનંદમાં આવી જાય છે. હું બચપણથી જ અનેક યુદ્ધોમાં હાજરી આપતો આવ્યો છું. પણ આવી નવાઈ મને કદી લાગી નથી. આટલીવાર વખત ગુમાવ્યો પણ હવે આવ તારામાં શક્તિ હોય તેટલા જોરથી કર ઘા, ચલાવ શસ્ત્ર, શક્તિ હોય તેટલા જોરથી બચાવ પણ કરજે. હં, બસ, ચલાવો.’'
કુમારે ધનુષ્ય કંપાવ્યું, મધમાખી માફક ચોંટ્યા. સેનાપતિની છત્રી ઉપરથી જયલક્ષ્મી ઉતરી. ગભરાઈ ગયેલી તે ઘડીકમાં ખભે બેસે, વળી ત્યાંથી ઉઠી બાણ પર બેસે, ત્યાંથી ઉઠી બાહુ ઉપર, એમ વારંવાર સ્થાન બદલ્યા કરે. આ સ્થિતિ જોઈ હું ગભરાઈ ગયો. “શું કરૂં ? શો ઉપાય ? હવે કોની મદદ મેળવવી ?'' એમ બડબડતો આમતેમ દોડવા લાગ્યો. એકાએક કંઈ યાદ આવવાથી હું આનંદમાં આવી ગયો, ને વજાયુધ પાસે ગયો. તે વખતે શત્રુના બાણથી તેની ધ્વજા છત્ર તુટી ગયાં હતાં. અને ધનુષ પણ વધારે વખત ટકે તેમ નહોતું. તુટવાની તૈયારીમાં હતું. મેં કહ્યું
‘દંડનાથ ! બીજું હથિયાર છોડો. આ અમોઘ શસ્ત્ર લ્યો. આથી બાહુમાં તાકાત આવશે. પછી શત્રુનું માનમર્દન કરો.' એણે મારી સામે ડોળા કાઢ્યા ને ઘરકી બૂમ પાડી–
“અરે દુષ્ટ ! ધનુષ લજવનાર ! દ્રવિડિયા ! દૂર ખસ, વચ્ચે કેમ આવ્યો ? જો મારી શસ્ત્ર કુશલતા.” તુરત તલવારની મુઠ પર હાથ મુક્યો, ને તે ખેંચવા પ્રયત્ન કરવા લાગ્યો. ખેંચતા કંઈકવાર લાગી. ખરેખર તેને કાંઈ પણ ભાન ન હતું. તેનો હાથ ધ્રૂજતો હતો. એટલે તુરત મેં આપે મોકલેલ વીંટી પહેરાવી