________________
૩. શત્રુ કે મિત્ર ?)
આ તરફ “મારો, મારો, દોડો, દોડો, પકડો, પકડો,” એવા કોલાહલ સાથે બમણા શૌર્યથી આપણું સૈન્ય આગળ વધવા પ્રયત્ન કરવા લાગ્યું. તેવામાં સેનાપતિનો સ્વર સંભળાયો. “જે શસ્ત્ર ચલાવે, તેને ઉત્તર કોશલાધિપતિના (મેઘવાહનના) સોગંધ છે, સોગંદ છે.”
એ બોલતાં એકદમ રથ દોડાવી વચ્ચે માર્ગ કરી પેલા રાજકુમારના રથ પાસે આવ્યા, ત્યાં તેને રથ ઉપર પડેલો જોયો. થોડીવાર સામે જોઈ રહ્યો. તેની હકીકત જાણવા, એક તેની ચામર વીંઝનારીને પૂછ્યું
બહેન ? આ કોણ છે ? કોનો છોકરો છે ? એનું નામ શું ? અમારા સૈન્યમાં પતંગીયા માફક બળી મરવા કેમ આવ્યો? થોડી જ સહાયથી આટલું બધું સાહસ કેમ ખેડ્યું ? લડાઈ કરવા દિવસે કેમ ન આવ્યો ? પુરૂષાર્થી છતાં બાયેલાની માફક કેમ રાત્રે છાપો માર્યો ?”
આંસુ લુઠી નાંખી તે બોલી
મહાભાગ ! હું અભાગણી હવે શું કહું ! એની વાત શું કરું ! એની વાત હવે જવા દ્યો. કહું તો પણ શું તે સાજો થાય તેમ છે !!! તો પણ સાંભળી—સિંહલદ્વિપના મહારાજા ચંદ્રકેતુનો એ સમરકેતુ યુવરાજ કુમાર છે. પિતાની આજ્ઞાથી વિજયયાત્રાએ નીકળ્યો હતો, છતાં પાછળથી પિતાનો હુકમ થતાં કેટલાક સહાયકો સાથે કુસુમશેખરને મદદ કરવા અહીં કાંચીમાં આવ્યો. પાંચ છ દિવસ શહેરમાં રહ્યો. આજે સવારે શૃંગારિક