________________
III
તિલકમંજરી ગ્રંથ પરિચય
-
ધનપાળ કવિનું જીવન ચરિત્ર પ્રભાવક ચરિત્ર અને પ્રબંધ ચિંતામણી પરથી સારાંશરૂપે લીધું છે. તિલકમંજરી ગ્રંથની ઉત્પત્તિ અને તે ગ્રંથની મહત્તાના સંબંધમાં કંઈક કહેવા ધારું છું.
તિલકમંજરી ગ્રંથ કેવા સબળ કારણથી રચવો પડ્યો ? તેના ઉત્તરમાં બીજા બધા કરતાં કવિના પોતાના જ શબ્દો વધારે પ્રમાણભૂત ગણાશે.
આપણે આગળ જોઈ ગયા કે કવિ અને રાજા અનન્ય મિત્ર હતા. કવિ જૈનધર્મી થયો. રાજાને જૈનશૈલીની જ્ઞપરિજ્ઞાએ જીજ્ઞાસા થાય એ સ્વભાવિક છે. અને તે જીજ્ઞાસાની પ્રેરણાથી સ્વાયત્ત સમર્થ કળા વિધાયકને નમૂનો જોવા પ્રેરે, એ પણ એટલું જ સ્વાભાવિક છે. કવિ જ કહે છે કે
निशेषवाङमयविदोऽपि जिनागमोक्ताः
श्रोतुं कथाः समुपजातकुतूहलस्य । तस्यावदातचरितस्य विनोद तो
राज्ञः स्फुटाद्भुतरसा रचिता कथेयम् ॥
(સમસ્ત શાસ્ત્રમાં કુશળ છતાં જીનાગમોક્ત કથા સાંભળવાની ઈચ્છાવાળા તે સચ્ચારિત્રશીળ મહારાજા ભોજને વિનોદ આપવા અદ્ભૂત રસવાળી આ કથા રચી છે.)
કથા રચવાનું કારણ સ્પષ્ટ રીતે ઉપર પ્રમાણે કવિ આવે છે.