________________
૨૬
સાંભળો ! એક વિશેષ વાત કહું છું. ચંદ્રાપ હાર મારી પુજામાં તમે મુકેલો છે. તે હું તમને પાછો આપું છું. સારી રીતે સંભાળી રાખજો. તમારો પુત્ર નવયૌવન પામે ત્યારે પહેરવા આપજો. યદ્યપિ મહાપુરૂષોને કદી પણ વિપ્નો નડતા નથી, છતાં લોકનીતિ પાળવી જોઈએ, તેથી જ્યારે કોઈ ભયંકર અટવીમાં ફરતો હોય, જયારે કોઈ રણસંગ્રામમાં ઘુમતો હોય ત્યારે આ હાર તેની પાસે રહે એવું ખાસ કરવું. મારી ધારણા નિર્વિબે ફળો. હવે જવાની અનુમતિ માગું છું.
પ્રસંગોપાત બહાર નીકળી છું, તેથી ત્રિકુટ, મલય વગેરે પર્વતો ઉપર, ક્ષીરસાગર વગેરે સમુદ્રોમાં, નન્દીશ્વર વગેરે દ્વિપોમાં ફરીને પાછી પદ્મહ નામના મારા સ્થાનમાં જવાની છું. જા, હું તને પણ રજા આપું છું. ઘેર જા, અને રાજયની લગામ હાથ ધર. વિરહથી પીડા પામતી તારી પ્રિયાને દર્શન આપ, ને ખુશ કર. આજથી વ્રતનિયમની બેડી તોડી નાખું છું, જા સુખેથી જા.”
એમ કહી આંગળીમાંથી બાલાસણ વીંટી કાઢી, તેનો પ્રભાવ કહી, રાજાના હાથમાં આપી, ને દેવી એકદમ અદશ્ય થઈ ગઈ.