________________
( ૫. પુત્ર જન્મ ].
હવે રાજા સ્તબ્ધ ઉભો રહ્યો. નોકરોએ એક ખુણામાં પાથરી રાખેલ દાભડાના સંથારા તરફ ગયો. તેના ઉપર બેઠો. પોતે દેવ થયો છે કે કેમ ? આ આખી દુનિયા ફરી ગઈ છે કે શું ? શક્રાવતાર તીર્થે જવું, દેવનું દર્શન, તેની પ્રીતિ, હાર આપવો, ઈદ્ર પોતાનાં વખાણ કરવાં, મહોદરની ભયંકરતા, માથું કાપવા તૈયાર થવું, હાથ અટકી જવો, દેવીનું આવવું, તેના મીઠા વચન, વર મળવો, આ બધી બાબતોનો વિચાર કરતાં કરતાં વારંવાર એની એ જ બાબતની આવૃત્તિ કરતાં વિસ્મયમય, કૌતકમય, આશ્ચર્યમય, હર્ષમય, ગમ્મતમય, ઉત્સવમય, નિવૃત્તિમય, વૃદ્ધિમય, હાસ્યમય તે રાત્રી પૂરી થઈ.
પરોઢીયું થયું એટલે ઉડ્યો. શૌચથી પરવારી; આંગણામાં ઓટલા ઉપર બેઠો. પરિચારકોએ આંગણું સાફ કરી મસકોથી પાણી છાંટી દીધું હતું, અને વિવિધ જાતના ફૂલો વેર્યા હતાં. કેટલાક નોકરો ભિન્ન ભિન્ન કામે લાગ્યા હતા. તે વખતે દાર્શનિક પંડિતો, મહર્ષિઓ, મંત્રીઓ, સામંતો, ખડીયા રાજાઓ, શેઠીયાઓ વગેરે મળવા આવ્યા.
પ્રતિહારીને સૂચના આપી રજા મંગાવી અંદર આવ્યા. બેઠા, પછી પ્રશ્ન પુછ્યો. એટલે શક્રાવતારે ગયા પછીનો તે બધો આખી રાતનો વૃત્તાંત કહી સંભળાવ્યો. એક નોકરને હુકમ કરી તે હાર અને વીંટી મંગાવ્યા; સર્વને દેખાડ્યા. તે દરેક બહુ જ ખુશ થયા. મહેલે પધારવા વિનંતી કરી એટલે મહોદધિ નામના