________________
૩૧ કર્યો. નવ માસ પૂર્ણ થયા પછી પુત્રનો જન્મ થયો. સ્વપ્નાનુસાર હરિવહન નામ રાખવામાં આવ્યું. ઘણા દિવસ સુધી મહોત્સવ પ્રવર્યો.
છ વર્ષ થયા એટલે દિવસે દિવસે સારા સારા શિક્ષકો એકઠા કર્યા અને રાજમહેલમાં જ તૈયાર કરેલી સુવ્યવસ્થાવાળી પાઠશાળામાં તેઓની પાસે અભ્યાસ કરવા ગોઠવણ કરી, સમગ્રશાસ્ત્ર નિપુણ થયો. ચિત્ર, સંગીત, વીણા વગાડવી, ધનુર્વિદ્યા વગેરે કળાઓ શીખ્યો. | સોળ વર્ષનો થયો. શરીરના અવયવો ખીલવા લાગ્યા ત્યારે સારા સારા માણસો મોકલી રાજાએ પોતાને મુકામે તેડાવ્યો. શહેરની બહાર એક કુમારભવન નામે મહેલ (બંગલો) કરાવી આપ્યો.
કુમારનો યૌવરાજ્યાભિષેક કરવા ઈચ્છા થઈ, પણ કોઈ યોગ્ય તેવો જ વિનયી, આચારશીલ, શૂરો અને ચતુર મિત્ર મેળવી આપવો, ને પછી યુવરાજ પદવી આપવી. આ વિચારથી તેવા રાજકુમારની શોધમાં રાજા હતો. કેટલાક ચતુર રાજકુમારો તપાસવા સારા સારા લાયક માણસો પણ મોકલ્યા હતા.