________________
૪૧
ડૂબે છે. તો ક્ષણમાં કરૂણરસમાં નિમગ્ન થઈ જાય છે. ક્ષણમાં સાક્ષાત્ ધર્મસ્વરૂપ એક મહાત્માને જોઈ ચિત્ત ભક્તિ તલ્લીન થાય છે. તો ક્ષણમાં અતિ ભયાનક એક વેતાલને જોઈ સમગ્ર શરીર ભયથી રોમાંચિત થઈ જાય છે.
આવી રીતે ‘‘અસ્તિ’’ત્વના મૂળમાંથી શરૂ થતો રસપુરિત વાક્યપ્રવાહ હિમાલયના ગર્ભમાંથી નિકળેલા ભાગિરથીના સ્રોતસમી માફક ઉત્તરોત્તર વૃદ્ધિ પામતો અંતે ‘‘જ્ઞાનન્દ્ર'' ના ઉદધિમાં અંતરિત થઈ જાય છે.
ભોજન કરતી વખતે એકલા મિષ્ટાન્નથી જેમ મનુષ્યનું મન કંટાળી જાય છે અને તેનાથી વિરક્ત થઈ, વચમાં વચમાં તીખા કે ખાટા સ્વાદવાળી સ્વાદિષ્ટ વસ્તુ ખાવાની ઈચ્છા થાય છે. તેમ કથાના રસાસ્વાદન સમયે પણ કેવળ ગદ્યથી વાચકની વૃત્તિમાં વિરક્તતા આવવા ન પામે, તે હેતુથી, કવીશ્વરે ઉચિત પ્રસંગે મોગરાની માળામાં ગુલાબના પુષ્પોની માફક મધુર અલ્હાદક અને સુંદરવર્ણવિશિષ્ટ, નાના જાતિનાં પદ્યો સ્થાપન કરી, સુવર્ણમાં સુગંધ ભેળવ્યું છે.
કવિની પૂર્વે કાદંબરી આદિ કથાઓ વિદ્યમાન હતી અને તેમનો આદર પણ વિદ્વાનોમાં અતિ હતો. પરંતુ તેઓમાંથી કોઈ કથા જ્યારે કેવળ શ્લોષમય હતી તો કોઈ કેવળ ગદ્યમય, ત્યારે કોઈ પદ્યપ્રાધાન્ય જ. એ કથાઓ સર્વગુણસંપન્ન હોવા છતાં પણ તેમની એ એકાંતતા ગુલાબના ફુલમાં કાંટાની માફક, સહૃદયોના હૃદયમાં ખટકતી. તેમના વાંચન વખતે રસિકોના મનમાં વહેતી રસની ધારાનો વેગ સ્ખલાતો. તેમનો એ દોષ, સાહિત્યકારો પોતાના નિબંધોમાં સ્પષ્ટપણે પ્રકટ કરતા. ધનપાલથી પણ એ સંબંધમાં મૌન નહી રહેવાયું. પોતાના પૂર્વના મહાકવિઓના ગુણો મૂક્તકંઠે ગાવા છતાં પણ, તેમની તે દુષિત કૃતિ માટે ટકોર કરી જ દીધી છે. તિલકમંજરીની પ્રસ્તાવનામાં કહે છે કે