________________
૨૩
છે, તે રાક્ષસ નથી પણ મારા પ્રતિહારોનો અગ્રેસર મહોદર યક્ષ છે; માત્ર તારી પરીક્ષા કરવા આગળથી આવી આવું વિકૃતરૂપ દેખાડ્યું છે. માટે હવે આ બાબતની ચિંતા છોડી દે, ને મરવાન ખોટો આગ્રહ પણ છોડી દે. તારો અભિલાષ હોય તે જાહેર કરી
તારા આ વિવિધ સાત્વિક ગુણોએ અને પ્રયત્નોએ મારું મન વશ કરી લીધું છું. ઓ ડાહ્યા પુરૂષ ! બોલ તારે મારું શું કામ છે ? જલ્દી બોલ. શું તું નન્દનવનમાં દિવ્યક્રીડા અનુભવવા ઈચ્છે છે ? શું તું વિમાનમાં બેસી આકાશ ને પૃથ્વીમાં પર્યટન કરવા ઈચ્છે છે? શું તું ભરતમુનિએ સ્વયે આવીને ભજવી બતાવેલું દિવ્ય નાટક તારા ખંડીયા ને મિત્ર રાજાઓને બતાવવા માગે છે ? અથવા તારી જે ઈચ્છા હોય તે બોલ.'
રાજા–દેવી ! બરોબર છે. તમારાથી શું બને તેમ નથી? ઈદ્ર પણ તમારી મહેરબાનીથી જ સ્વર્ગનું રાજ્ય ભોગવી શકે છે. વાસુકિ તમારી મહેરબાનીથી જ ઉરગ કન્યાઓ સાથે સુખ ભોગવી પાતાળનું રાજય ચલાવી રહ્યો છે. કુબેર પણ તમારી છાયામાં રહીને જ નિધિનાથ થયો છે. સમુદ્ર પણ તમારા જન્મ પછી જ રત્નાકર થયો છે. એ બધાની વાત તો દૂર રહી પણ નીચ પ્રકૃતિની ઘણી વ્યક્તિઓ તમારી મીઠી નજરથી જગતમાં મોટાઈ પામે છે. હાડકાનો કડકો છતાં શંખ, સર્પની લાળોથી દૂષિત છતાં ચંદન, હલકા માણસે હાથો પકડ્યો હોય તો પણ સારા માણસો છાયા માટે છત્ર મસ્તક ઉપર ધારણ કરે છે. વારંવાર કલંકિત થવા છતાં ચંદ્રના યશની ઉપમા તલવારને આપવી પડે છે. તિર્યંચની વિષ્ટા છતાં ગાયનું લીલું છાણ વખાણવા લાયક ગણાય છે. વધારે શું કહ્યું ? તમે બીજી કામધેનું છો.