________________
૪. બાલારુણ વીંટી ને વરપ્રદાન
શબ્દ અનુસારે જરા ત્રાંસુ જોઈ દૃષ્ટિ ફેરવી તો પરિવાર સહિત રાજલક્ષ્મીનું દર્શન થયું. આકૃતિ ઉપરથી ઓળખી કાઢી, છતાં નિશ્ચય કરવા ધીરતાથી તેને પુછ્યું—‘બાઈ ! તું કોણ છો ? કેમ આવી છો દેવમંદિરમાં ?
દેવી—“રાજન્ ! મને ઓળખતા નથી ? દરેક રાજાઓને માન્ય રાજલક્ષ્મી છું. તમને ઈષ્ટ આપવા આવી છું. બોલો, તમારે શું જોઈએ ?'' રાજાએ આદરપૂર્વક પ્રણામ કર્યા, ને હર્ષથી ધીમે ધીમે બોલ્યો
“ભગવતી ! હું કૃતાર્થ થયો છું કે દુર્લભ છતાં તમારું પવિત્ર દર્શન પામ્યો, ને તમે ઈષ્ટ આપવાનું કબુલ્યું. દેવી ! મને તો ઈષ્ટ એ જ છે કે–તમારા આ મુખ્ય અનુચર રાક્ષસ માટે આપવા કબુલેલું આ મસ્તક આપવા જતાં મારા બન્ને હાથ કોણજાણે શા કારણથી બંધાઈ ગયા છે, તે છુટા થાય. એનો સ્વાર્થ પુરો થાય એટલે દેણદાર મટી હું નિર્વાણ (આનંદપૂર્વક મરણ) પામું.”
દેવીનો રાજા ઉપર પક્ષપાત વધ્યો. આજુબાજુની સખીઓના મુખ આનંદપુકિત થયાં. તે જોઈ દેવી અમૃત વરસાવતી હર્ષથી બોલી–
“નરેન્દ્ર ! તું મારું સ્વરૂપ બિલકુલ જાણતો જ નથી, નહીંતર આમ ન બોલે. મારો પરિવાર હંમેશ સૌમ્ય અને સભ્ય જ હોય છે. રાક્ષસો મારી સામે પણ ન આવી શકે તો મારો નોકર તો હોય જ શાનો ? જે આ વેતાલ તરીકે તને જણા