________________
આવી જમણે હાથે આપવા લાગ્યો. તો પણ રાજા ભય પામ્યો નહીં. થોડીવાર સામું જોઈ ધીરજથી રાજાએ કહ્યું –
“એ દેવતાઈ હથિયાર અમારા જેવાના સ્પર્શને લાયક નથી. મોટા કામ હોય તો એની જરૂર છે. આવા જેવા તેવા સામાન્ય કામમાં એની શી જરૂર છે ? ભલે તમારા જ હાથમાં એ રહી. આ મારી નિર્દય તલવાર જ તમારું કામ કરી આપશે.”
એમ કહીને સુવાના સંસ્મારક (સાથરો ઘાસની પથારી) ને ઓશીકેથી તલવાર લાવ્યો ને મણિમય મ્યાનમાંથી તલવાર ખેંચી કાઢી. ધારની આજુબાજુએ છટાથી બે આંગળી ફેરવી ગયો. એ કુટીલ તલવાર તરફ દૃષ્ટિ સ્થિર કરી. કેડે ઉત્તરીય વીંટી લીધું. દેવીને પ્રણામ કરી ડાબો પગ આગળ વાળી સ્થિર કર્યો. જમણા પગને મણિ કુટ્ટિમ ઉપર જોરથી અફળાવી સ્થિર કર્યો. ભયથી નાસી ન જાય માટે ડાબે હાથે વાળનો ગુચ્છો પકડી રાખ્યો, ને જમણે હાથે સ્કંધ ઉપર નિર્દય રીતે તલવાર ચલાવી. “અવાજ કેવો થાય છે ?” એ સાંભળવા અધીરો જમણો કોઈ ઉંચો થઈ સાંભળતો હતો. શોક, ભય વગેરે સ્થાયી ભાવો પણ ભીતિથી નાશી ગયા. સ્વર, મોં બગાડવું, ધ્રુજી જવું વગેરે સાત્વિક ભાગો પણ સંગ છોડી ચાલ્યા ગયા. અદેખાઈ, મદ, હર્ષ, ગર્વ, ઉગ્રતા વગેરે વ્યભિચારી ભાવોએ આખા શરીરે આલિંગન દીધું.
એ રીતે રાજા રમણીયને ભયંકર આકૃતિવાળો દેખાવા લાગ્યો. અર્ધ છેદ થયો ને ગમે તે કારણથી કોઈએ પકડી રાખ્યો હોય, કોઈએ બાંધી રાખ્યો હોય, કોઈ થંભાવી દીધો હોય તેમ જમણો હાથ આગળ ચાલી શક્યો નહીં. તીક્ષ્ણ ધાર છતાં તલવાર હાડકાની સાણસીથી પકડાઈ ગઈ ! લોહીમાંસના કાદવમાં