________________
૧૯
એક ઉત્તમ ખોપરી મને આપ કે જેમાંથી લોહી કાઢી પવિત્ર કાળી ચૌદશને દિવસે અકાળ મૃત્યુ પામેલ મારા પિતાનું તર્પણ
રાજા–“પ્રેતનાથ ! તમારું કહેવું સોળ આના સાચું છે. તમે જરા પણ ખોટું કહ્યું નથી. મેં સેંકડો લડાઈઓ કરી છે અને હજારો ક્ષત્રીય રાજાઓ માર્યા છે. પણ રાજ્યનો મોટો બોજો હોવાથી, ને અતિન્દ્રિયજ્ઞાન નહીં હોવાથી તેવા પ્રકારની ખોપરીનો સંગ્રહ હું કરી શક્યો નથી. કેમકે તમારા જેવા અર્થી મને ભવિષ્યમાં મળશે એ મારી કલ્પનામાં પણ નહોતું. તમારા બાપને માટે તમે ધારેલ કામની બહુ ઉતાવળ ન હોય તો, તે પૂર્વે બતાવેલો તમારો પવિત્ર દિવસ બહુ નજીક ન હોય તો, જ્યાં સુધી તમારી માગેલી ચીજ તમને ન મેળવી આપી શકું ત્યાં સુધી રાહ જુઓ. જો તમે કાળક્ષેપ કરી શકો તેમ ન હો તો, આ મારું મસ્તક લ્યો, પણ વિચારી લ્યો કે તમે સૂચવેલા ગુણો એમાં છે કે નહીં ? મસ્તકની પરીક્ષામાં ચતુર ! આ તમને ગમે છે ? ગમતું હોય તો લ્યો. બીજી ખોપરી શોધવાની માથાકૂટ મટે.”
વેતાલ–“રાજન ! બહું સારું ! ઘણું જ સુંદર ! દેખાવડું પણ ખરું ! આવું સુંદર મસ્તક મળ્યા પછી શું જોવું ને શું વિચારવું ? ખરેખર હું મને ભાગ્યશાળી માનું છું. વાહ ! માગતાની સાથે જ મળી ગયું.”
વેતાલે ડાબા હાથમાં રાખેલ ખપ્પરમાંથી લોઢાની ચળકતી વિકરાળ છરી ખેચી કાઢી. હર્ષથી નાચવા લાગ્યો ને કિલકિલાટ કરી મુક્યો. હાથમાં છરી લઈ કેટલાક મોટા પગલા ભરી પાસે