________________
૧૭
છે. છતાં તમારો સેવા વિધિ તે વ્યવહારથી વિપરીત છે. સ્નાત્ર, ફૂલ, માળા, ધૂપ, દીપ વગે૨ે સામગ્રીથી આ દેવીની તું નિરંતર પૂજા કરે છે. પણ તેના મૂખ્ય નોકર તેનું બધું કામ કરનાર આ મને આહાર માત્ર આપવા પણ આમંત્રણ આપતો નથી. મને મિત્ર બનાવ્યા પછી જ સાધકના સાધ્યની સિદ્ધિ થાય છે. એ સારી રીતે યાદ રાખજે.
હે રાજા ! જરા વિચાર કર, કે તું ગમે તેટલા ઠાઠ અને ખર્ચથી પૂજા સામગ્રી લાવીશ તો પણ ઐશ્વર્યના મદથી છકી ગયેલી આ લક્ષ્મીદેવી જરા પણ તેના સામે જુએ એમ છે ? ઠીક, કદાચ જુએ પણ ચંચળ હોવાથી ખ્યાલમાં લે એમ ક્યાં છે ? કદાચ ધ્યાનમાં લે પણ વીર પુરૂષોના સાહસથી · વશ થયેલી તારા ઉપર પક્ષપાત પણ કેમ કરે ? કદાચ પક્ષપાત કરે પણ હું આડે આવું ને અટકાવું તો શું એ વરદાન આપી શકે ? માટે નકામી આ માથાફોડ છોડ. મહેનત કરી કરીને થાકીશ ને ફળ મેળવ્યા વિના પાછો જઈશ તો ડાહ્યા માણસો હસશે. જો તારે સારામાં સારું ફળ મેળવવું હોય, લક્ષ્મી દેવીને થોડા વખતમાં થોડા જાપાદિક ને થોડી મહેનતથી પ્રસન્ન કરવી હોય તો મને સંતોષી ને પછી બધી વિધિ કર તો તારો બેડો પાર, નહીં તો નકામી મહેનત છે.'
રાજા જરા હસ્યો ને મશ્કરીમાં બોલ્યો. “તમો સાચું કહો છો. સાદી યુક્તિથી અમને હિતોપદેશ પણ ઠીક આપ્યો. અમને ઠીક ચેતવ્યા. તમે ડાહપણભર્યો સેવામાર્ગ જેવી રીતે બતાવ્યો તેવો જ છે. નોકર-ચાકર પાસે હોય ત્યારે સ્વામીઓના પૂજાસત્કાર સ્વીકારવામાં અધિકાર જ શો છે ? મોટી ભૂલ છે, ઘણો અવિવેક છે, થવાની હતી તે થઈ ગઈ હવે શું થાય ? સકળ સેવાલાયક