________________
તમારી સેવા કર્યા વિના ભૂલથી પહેલેથી દેવીનું પૂજન શરૂ કરી દીધું. તમારો સત્કાર પ્રથમ નહીં કરવાથી ખરેખર અમે તમારું અપમાન કર્યું છે. પણ ખરી રીતે તો તેમાં તમારી જ ભૂલ છે.
કેમકે જન્મથી માંડીને બીજાની સેવા કરવાનું નહીં શીખેલા અમે તો ભૂલી જઈએ પણ તમારે પહેલાથી અમને ચેતવવા જોઈએ. તમે જાણતા છતાં અમને ખરો માર્ગ ન બતાવ્યો, કેટલી ભૂલ કરી ? પણ હવે શું કરવું ? આ કામ શરૂ કરી દીધું છે, ને મનમાં દઢ સંકલ્પ ક્યો છે કે જ્યાં સુધી આ કામ પુરું ન થાય ત્યાં સુધી તમારે કોઈપણ જાતની ઈચ્છા અમારી તરફથી રાખવી નહીં. આપને કંઈ ખાવાની જ ઈચ્છા હોય તો તે આપવા અમે તૈયાર છીએ. લ્યો, આ રહ્યું અહીં મંદિરના એક ઘુણામાં જ દેવીના નૈવેદ્ય માટે મંગાવી રાખેલ લાડુ, ફૂલ વગેરે ખાવાનું સુખે ખાઓ અને તૃપ્ત થાઓ.”
વેતાલ-“(હસતા હસતા) હે નરેન્દ્ર ! અમે પશુ, પક્ષી કે મનુષ્ય નથી. ફળ, ફૂલ ને કંદમૂળ શા માટે અમે ખાઈએ ? અમે રાક્ષસો છીએ. વાઘની માફક અમારા ભુજના પરાક્રમથી મેળવીને અમે માંસ ખાઈએ છીએ. માટે તે મળે એવો ઉપાય બતાવ. બીજી નકામી વાતો સાંભળવા હવે હું ઈચ્છતો જ નથી. વળી બીજા પણ ઘણા ક્ષુદ્ર સાધકોએ અમારી સ્વામીનીને છેતરવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તેઓના શરીરમાંથી હું માંસ તો મેળવી શકીશ. તું ચિંતા કરીશ નહીં. તારી પાસે માત્ર હું એટલું જ માંગુ છું કે–તે ઘણી ઘણી લડાઈઓ કરી છે અને અનેક શૂરવીર સુભટોનો વિનાશ કર્યો છે. તેમાં જેણે યુદ્ધમાં કદી પાછી પાની ન કરી હોય, કોઈની પ્રાર્થનાનો ભંગ ન કર્યો હોય, શત્રુને મરતાં સુધી પણ પ્રણામ ન કર્યો હોય, એવા મહાપુરૂષની