________________
૩. કસોટી
એક દિવસ લક્ષ્મીદેવીની સાંજની પૂજાવિધિ શરૂ કરી; સમાપ્ત કરીને ભક્તિથી તેના સામું એક ધ્યાને જોઈને બેઠો અને બોલ્યો-હે ભગવતી શ્રી ! તમારા ચરણકમળની સેવાનું આ ફળ છે, કે ત્રિભુવનને માનનીય વૈમાનિક દેવો પણ અમારી સન્નિધિ ઈચ્છે છે, યોગીઓને પણ અગોચર પોતાનું રૂપ પ્રગટ કરે છે, ને પરિચયમાં આવીને અમારી મોટાઈ વધારે છે. જો કે તે મહાત્મા દિવ્યપુરૂષ મને આ આભરણ આપ્યું છે પણ ખરી રીતે તો એ તમારું જ છે. તેથી મારા શરીરસ્પર્શને લાયક છે જ નહીં. કેમકે દિવ્ય આભરણને લાયક દેવતાઓ જ હોય. માટે તમે જ રાખો. કોઈના ભાગ્યથી મનુષ્યલોકમાં આવ્યા છતાં ફરીથી દેવલોકમાં વિશેષ શોભા પામો.”
એમ કહીને દેવીના ચરણકમળ આગળ તે હાર મૂક્યો તેવામાં એક ભયંકર અટ્ટહાસ્ય તેના સાંભળવામાં આવ્યું. કદી નહીં સાંભળેલ આ હાસ્ય સાંભળીને રાજા મનમાં વિસ્મય પામ્યો અને મનમાં જરા હસ્યો પણ ભય પામ્યો નહીં. પોતાનો સ્વભાવ અને તે વખતની અવસ્થા છોડ્યા વિના જરા ત્રાંસુ જોઈ કૌતુકથી ચારે તરફ જોવા લાગ્યો. તો લક્ષ્મીની ડાબી બાજુએ નજીકમાં જ ત્રિભુવનમાંની ભયંકર વસ્તુઓમાં ઉદાહરણ સમાન એક મહાભયંકર અને દુર્ગચ્છા ઉપજાવે તેવા વેતાલને જોયો.
તે ઘણો જ ઉંચો અને શરીરે પાતળો હતો. તેનું શરીર ઘણું જ શ્યામ હતું. પગના નળામાં લોહી હતું નહીં. પણ જાડી નસોની જાળ તરી આવતી. હાથમાં ખોપરીનું ખપ્પર હતું. તેમાંથી