________________
૧૩
વળી ‘દેવતાનું દર્શન નિષ્ફલ થતું નથી.' આ લોકોકિત ને સાર્થક કરવા અને પ્રીતિથી ઉભરાઈ જતા હૃદયની ચંચળતા દબાવવા અશક્ત હોવાથી અને આપણે બન્ને મળ્યા તેનું સંભારણા (અભિજ્ઞાન) દાખલ આ હાર આપું છું. તમને ખુશ કરવા કે તમારા ઉપર ઉપકાર કરવા આપતો નથી. કેમકે વખત આવ્યે પોતાના સમસ્ત રાજ્યને તૃણસમાન ગણનાર આપના જેવાની પ્રીતિ માટે કે ઉપકાર માટે દુનિયાની કંઈ વસ્તુ થઈ શકે તેમ છે ?
તમારા મનમાં એમ હોય કે–‘ક્ષીણાયુષવાળાઓના વિનોદ માટેની ખાસ ઉપયોગી ચીજ હું કેમ લઉં ? ક્ષત્રીય થઈને યાચકની માફક શા માટે કોઈનું આપેલું લઉં ? ઘેર આવેલ અતિથિએ આપેલું લેતા ગરીબની માફક શું મારી હલકાઈ નથી ? ઈંદ્રે મારી સ્તુતિ કરી છે, અને તેના એક સંબંધી આગળ આભરણના ટુકડા માટે હાથ લાંબો ક૨વાથી આ પોતે જ મારી મશ્કરી કેમ નહીં કરે ?’ આવા આવા ખોટા તર્ક કરીને મારી પ્રાર્થના ભંગ કરશો નહીં, કેમકે ત્રિદશનાથે પણ કદી મારા પ્રયણનો ભંગ કર્યો નથી લો, બહુ વિચાર કરવાની જરૂર નથી.
ઠીક, કદાચ તમે નહીં લ્યો તો પણ મારી પાસે તો એ રહેવાનો જ નથી, કારણ કે હું સ્વર્ગમાંથી થોડા જ વખતમાં ચવવાનો છું. તમે લીધો હશે તો વખતે મનુષ્યલોકમાં જન્મ પામીને હું ફરીથી જોઈ શકીશ. અને મારા ચક્ષુને આનંદ પમાડીશ. તેમજ કાળક્રમે સ્વર્ગમાંથી મરીને મારી દેવી પ્રિયંગુસુંદરી પણ મર્ત્યલોકમાં વખતે દર્શન પામી શકશે-જોઈને જાતિસ્મરણાદિ પામે, મારી સાથે ભોગવેલા સુખ સંભારે, હું નહીં મળવાથી વિષયોથી વિરાગીણી થઈ કદાચ શુભ અનુષ્ઠાન કરે. તેથી એના ઉ૫૨